Rajkot : સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ, 17 ડેમોમાં અડધાથી લઈ 6 ફૂટ સુધી નવા નીરની આવક થઈ

ગુજરાતમાં 90 ટકાથી વધુ ભરાયા હોય તેવા 57 ડેમ હાઈએલર્ટ પર છે. જયારે 80થી 90 ટકા ભરાયા હોય તેવા 10 જળાશયો એલર્ટ પર છે. આ ઉપરાંત 70થી 80 ટકા ભરાયા હોય તેવા 16 ડેમ વોર્નિંગ પર છે. જેમાં 70 ટકાથી ઓછા ભરાયેલા જળાશયો માટે કોઈ સૂચના નથી.

| Updated on: Aug 06, 2022 | 9:55 PM

ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો(Monsoon 2022)  બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં બીજા રાઉન્ડમાં નોંધપાત્ર વરસાદ(Rain)  પડતા સૌરાષ્ટ્રના 17 ડેમોમાં અડધાથી લઈ 6 ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે. તેમજ ભાદર- 1 ડેમમાં 0.26 ફૂટ અને ભાદર-2 ડેમમાં 0.82 ફૂટ પાણીની આવક થઈ છે. જ્યારે વેણું-2 ડેમમાં 0.16 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ છે. મોરબી જિલ્લાના પણ 5 જેટલા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયા હોય તેવા 57 ડેમ હાઈએલર્ટ પર છે. જયારે 80થી 90 ટકા ભરાયા હોય તેવા 10 જળાશયો એલર્ટ પર છે. આ ઉપરાંત 70થી 80 ટકા ભરાયા હોય તેવા 16 ડેમ વોર્નિંગ પર છે. જેમાં 70 ટકાથી ઓછા ભરાયેલા જળાશયો માટે કોઈ સૂચના નથી.

આ વર્ષે મેઘરાજાએ  ગુજરાત પર સતત હેત વરસાવાનું શરુ જ રાખ્યુ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાત પર મેઘરાજાની કૃપા વરસશે. તેમાં પણ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 અને 9 તારીખે ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં સોમવારથી ભારે વરસાદની આગાહી છે.

48 કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા અને છૂટોછવાયો વરસાદ રહેશે. 8 ઓગષ્ટે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેમા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">