ગુજરાતમાં હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. જો કે આ દરમ્યાન રાજકોટ(Rajkot)મનપા તંત્ર દ્વારા પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી . જેમાં ચિંતાજનક બાબત સામે આવી છે. જે મુજબ રાજકોટમાં ભર ઉનાળે જ પાણીની તંગી(Water Crisis) સર્જાય તેવી શક્યતા છે. કારણ કે હાલ આજી ડેમમાં માર્ચ મહિના સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. જો ન્યારી ડેમ પણ જૂન મહિનામાં ખાલીખમ થઈ જશે તો પાણીનું સંકટ ઉભુ થાય તેમ છે. જેના પગલે આ સ્થિતિની જાણ રાજકોટ મનપાના કમિશનરે રાજ્ય સરકારને પત્ર લખીને કરી છે. તેમજ નર્મદાના પાણીની(Narmada Water) માગ કરી છે. તેમણે રાજ્ય સરકાર પાસે નર્મદાનો 1050 MCFTપાણીનો જથ્થો આપવાની માગણી કરી છે.
જો જોવા જઇએ તો હાલ આજી 1 ડેમમાં 550 MCFT પાણીનો જથ્થો છે. જ્યારે ન્યારી 1 ડેમમાં 1015 MCFT પાણી ઉપલબ્ધ છે. તેમજભાદર 1 ડેમમાં 5845 MCFT પાણીનો જથ્થો છે. તેવા સમયે રાજકોટ શહેર માટે ત્રણ ડેમમાંથી દૈનિક 240 MLDનો ઉપાડ કરવામાં આવે છે. તેથી આ સૌની યોજના અંતર્ગત ત્રણેય ડેમમાં પાણી ફાળવવાની માગ કરવામાં આવી છે. જ્યારે હાલ રાજકોટને 20 મિનિટ પાણી આપવા 1050 MCFT પાણીની જરૂર પડે છે.
આ પણ વાંચો : Anand : બોરસદ મામલતદાર કચેરીમાં કોરોના બ્લાસ્ટ, 11 કર્મચારી કોરોના પોઝિટિવ
આ પણ વાંચો : Surat: અસામાજિક ઇસમોની એવી અવળચંડાઈ કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા