રાજકોટ મહાનગરપાલિકાએ રજૂ કર્યું ડ્રાફ્ટ બજેટ, પાણી અને ગાર્બેજ વેરામાં સૂચિત વધારો
RMCના બજેટમાં પાણી અને ગાર્બેજ વેરામાં સૂચિત વધારો કરવામાં આવ્યો છે. તો પાણીવેરામાં રૂપિયા 100ના વધારાનું સૂચન કરવામાં આવ્યું છે. ગાર્બેજ કલેક્શનમાં દૈનિક રૂપિયા 2ના વધારાનું સૂચન કરાયું છે, તો ડ્રાફ્ટ બજેટમાં અનેક બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે.
દર વર્ષની જેમ રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષ 2024-25નું પ્રસ્તાવિત બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યુ છે. જેમાં વિકાસ કામોની અનેક મોટી વાતો પણ કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં પ્રાથમિક સુવિધાઓને અગ્રતા આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
જો કે, કોંગ્રેસનો દાવો છે કે મહાનગરપાલિકાનું બજેટ ચૂંટણીલક્ષી જ હોય છે. બજેટ રજૂ કરીને મોટા મોટા સ્વપ્ન દેખાડે છે. વિકાસકામો માત્ર કાગળ પર જ રહ્યા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે વિપક્ષનું તો કામ આક્ષેપ કરવાનું છે. જે વિકાસકાર્યો બાકી છે તેને આગામી બજેટમાં સમાવી લેવામાં આવશે.
RMCના બજેટમાં પાણી અને ગાર્બેજ વેરામાં સૂચિત વધારો કરવામાં આવ્યો છે. તો પાણીવેરામાં રૂપિયા 100ના વધારાનું સૂચન કરવામાં આવ્યું છે. ગાર્બેજ કલેક્શનમાં દૈનિક રૂપિયા 2ના વધારાનું સૂચન કરાયું છે, તો ડ્રાફ્ટ બજેટમાં અનેક બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે.
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન