ફડચામાં ગયેલી બેન્કના થાપણદારોની વ્હારે MLA ગોવિંદ પટેલ, ધારાસભ્યએ અમિત શાહ સાથે કરી મુલાકાત

હાલમાં બેન્ક પાસે પૈસા પણ છે અને બેન્કની ઘણી મોટી મિલકતો પણ છે.જેથી આ અંગે કોઈ નિર્ણય થાય તો રોકાણકારોને (Bank Investor) તેમના નાણા પરત મળી શકે તેમ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 7:15 AM

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે (MLA govind Patel) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. તેમણે અમિત શાહ સમક્ષ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેન્કના (Gujarat Indutrial co-opreative bank)રોકાણકારોની વ્યથા રજૂ કરી છે. ગોવિંદ પટેલે અમિત શાહને જણાવ્યું છે કે, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ બેન્ક ફડચામાં ગયેલી છે. તેમાં અનેક નાના રોકાણકારોની ડિપોઝિટ (Bank Deposit) ફસાયેલી છે.સરકારે આવી ફડચામાં આવી ગયેલી બેન્કના એક લાખ સુધીના રોકાણકારો બાબતે અગાઉ નિર્ણય કરેલો છે અને તેમને નાણા પણ મળી ગયા છે. પરંતુ જેમની ડિપોઝિટ એક લાખ કરતા વધુ છે તેવા હજારો રોકાણકારોના (investor) નાણા તેમને પરત મળ્યા નથી.હાલમાં બેન્ક પાસે પૈસા પણ છે અને બેન્કની ઘણી મોટી મિલકતો પણ છે.જેથી આ અંગે કોઈ નિર્ણય થાય તો રોકાણકારોને તેમના નાણા પરત મળી શકે તેમ છે.

ઓડિટોરિયમ અને ઓવરબ્રિજ બનાવવા માટે 20 કરોડની માંગ !

તમને જણાવી દઈએ કે, આ અગાઉ MLA ગોવિંદ પટેલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી પોતાના મતવિસ્તારમાં ઓડિટોરિયમ અને ઓવરબ્રિજ બનાવવા માટે 20 કરોડની માંગ કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇસ્ટ અને વેસ્ટમાં રાજ્ય સરકાર મારફતે ઓડીટોરીયમ બનેલ છે. જેનો લાભ શાળા કોલેજો અને સંસ્કૃતિક કાર્યક્રમોમાં લેવાઈ રહ્યો છે. હવે એ જ રીતે શહેરના દક્ષિણ ભાગમાં આવો જ એક ઓડીટોરીયમ બને તો તેનો લાભ કોઠારિયા,વાવડી અને દક્ષિણ વિસ્તારના લોકોને મળશે. સાથે જ જો ઢેબર કોલોથી માલવીયા કોલેજ સુધી ઓવરબ્રિજ બનવવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં રાહત થશે.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">