ગુજરાતમાં ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુયલી યોજાશે, જનમેદની એકત્ર કરવાનો કાર્યક્રમ મોકૂફ

ગુજરાતના ખોડલધામમાં 21 જાન્યુઆરીના રોજ યોજાનારો પાટોત્સવ વર્ચ્યુયલી યોજવામાં આવશે. જેમાં જનમેદની એકત્ર કરવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 7:23 PM

ગુજરાતના ખોડલધામમાં 21 જાન્યુઆરીના રોજ યોજાનારો પાટોત્સવ વર્ચ્યુયલી યોજવામાં આવશે. જેમાં જનમેદની એકત્ર કરવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્રના ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે.ત્યારે 21 જાન્યુઆરી 2022એ ભવ્ય ખોડલ માતાજીના પાટોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં  આવ્યું હતું.

જ્યારે બીજી જાન્યુઆરીએ  ખોડલાધામ ખાતે માતાજીના દર્શનાર્થે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવ્યા હતા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. સી.આર.પાટીલે ચમારડીથી ખોડલધામ પદયાત્રાનુ સ્વાગત કર્યું હતું. આ સાથે જ પાટોત્સવની તૈયારીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

જો કે આ દરમ્યાન ગુજરાતમાં સતત વધી  રહેલા કોરોના સંક્રમણના પગલે સરકારે પણ  સાવચેતી  શરૂ કરી છે, તેમજ મોટા જાહેર સમારંભો પણ રદ કર્યા  છે. જેમાં આજે રાજ્ય સરકારે 11 થી 13 જાન્યુઆરી સુધી યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પણ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમજ અમદાવાદમાં યોજાનારા ફલાવર શો અને  પતંગ  મહોત્સવને પણ રદ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખોડલધામ  ખાતે 21 જાન્યુઆરીએ  પાટોત્સવ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે  21 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રોડ શો યોજી પાટોત્સવનું આમંત્રણ આપ્યું હતું. તેમણે નિકોલ ખોડિયાર મંદિરથી ઉત્તમનગર સુધી રોડ શોનું આયોજન કરીને જાહેરસભાને સંબોધી હતી.

આ સભામાં નરેશ પટેલે કહ્યું કે, “ખોડલધામ સંસ્થા નથી, પરંતુ એક વિચાર છે”.દરેક લોકોને પાટોત્સવમાં હાજરી આપવાનું આમંત્રણ પાઠવી તેમણે સમાજમાં રહેલા પ્રશ્નો ઉકેલવા માટે 17 પંચો બનાવ્યા અને આ પંચોએ 2 હજાર કેસનું નિવારણ કર્યું હોવાનું જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્રના ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે…ત્યારે 21 જાન્યુઆરી 2022એ ભવ્ય ખોડલ માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવવાની છે.

આ પણ વાંચો : Ahmedabad : પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા

આ પણ વાંચો:  Ahmedabad : સલૂન અને બ્યુટી પાર્લરને 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખવા નિર્ણય, હેર સલુન ધારકોની સરકારને રજૂઆત

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">