RAJKOT : કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબો વચ્ચે બબાલ, દર્દીને ટ્રાન્સફર કરવા મુદ્દે વિખવાદ

ડો.ધવલ દ્વારા તેમના ઉપર હુમલો કરાયો હોવાનું જણાવી ડો.કાજલ વઘેરા ઉપર આવા હુમલાની દહેશત હોવાથી નાઈટ ડ્યુટીનો ઇન્કાર કર્યો હતો. સિવિલ હોસ્પિટલનાં આ બંને જવાબદાર ડોક્ટરોની માથાકૂટ અંગેની જાણ થતાં જ ભાજપનાં કોર્પોરેટર અને પૂર્વ ધારસભ્ય ભાનુબેન બાબરીયા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 3:41 PM

રાજકોટ સિવીલ હોસ્પિટલના કે.ટી ચિલ્ડ્રન વિભાગમાં મહિલા રેસિડન્ટ તબીબ સાથે મારામારી થતા વિવાદ સર્જાયો હતો.કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડો કાજલ વધેરા નામના મહિલા તબીબને ડો,ધવલ બારોટે લાફો ઝીંકી દેતા પોલીસ દોડી આવી હતી. મહિલા તબીબ ડો.કાજલે કહ્યું હતુ કે એક દર્દી ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે આવ્યું હતું.

અને ત્યારબાદ તેની તબિયત સુધરતા તેને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું હતુ. જોકે આ દર્દી વોર્ડમાંથી કોઇને પણ જાણ કર્યા વગર ડિસ્ચાર્જ લઇને નીકળી ગયા હતા. આ જવાબદારી ડો.ધવલની આવતી હોવાથી સિનિયર રેસિડન્ટ ડોક્ટરે ડો.ધવલનો ઉધડો લીધો હતો. જેનો ખાર રાખીને ડો.ધવલે કાજલ સાથે બબાલ કરી હતી. અને ડો.કાજલને લાફો ઝીંકી દીધો હતો.

સામા પક્ષે કાજલના પરિવારજનો દ્રારા પણ હુમલો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આખો મામલો ઉગ્ર બનતા ડો.ધવલ પોતાનો વોર્ડ છોડીને ફરાર થઇ ગયો હતો.ડો.કાજલ પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નંબર ૧ના કોર્પોરેટર ભાનુ બાબરીયાની ભાણેજ હોવાનું સામે આવ્યું છે.સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે આ તરફ સિવીલ સુપ્રિટેન્ડેન્ટ દ્રારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ડીન સાથે મળીને કમિટીની રચના કરવામાં આવી છે.

ડો.ધવલ દ્વારા તેમના ઉપર હુમલો કરાયો હોવાનું જણાવી ડો.કાજલ વઘેરા ઉપર આવા હુમલાની દહેશત હોવાથી નાઈટ ડ્યુટીનો ઇન્કાર કર્યો હતો. સિવિલ હોસ્પિટલનાં આ બંને જવાબદાર ડોક્ટરોની માથાકૂટ અંગેની જાણ થતાં જ ભાજપનાં કોર્પોરેટર અને પૂર્વ ધારસભ્ય ભાનુબેન બાબરીયા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

કમિટી દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.મહત્વનું છે કે ડો.ધવલ બારોટ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે.થોડા મહિના પહેલા ધવલ બારોટે સિનિયર રેસિડન્ટ ડોક્ટર સાથે બબાલ કરી હતી.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">