Rajkot Video : અંધશ્રદ્ધાએ વધુ એક માસુમનો લીધો ભોગ, માતાએ તાજા જન્મેલા બાળકને ડામ આપતા મોત
જામનગર બાદ રાજકોટમાં પણ અંધશ્રદ્ધાના કારણે એક માસુમનું મોત થયું છે. માતાએ તેના ફૂલ જેવા કોમળ બાળકને જ પેટના ભાગે બે ડામ આપતા માસૂમની તબિયત લથડી હતી. તેથી બાળકને ગત 13 ઓક્ટોબરે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી બાળકની સારવાર ચાલી રહી હતી, પરંતુ આજે સારવાર દરમિયાન બાળક મોતને ભેટ્યો છે. સમગ્ર મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે.
Rajkot : જામનગર બાદ હવે રાજકોટમાં પણ અંધશ્રદ્ધાનો એક ઘટના સામે આવી છે. રાજકોટના જેતપુરના સરધારપુર ગામે અંધશ્રદ્ધામાં ડૂબેલા પરપ્રાંતિય પરિવારે તેમનો નવજાત પુત્ર ગુમાવ્યો છે. પરિવારના 24 દિવસના બાળકને શ્વાસની બીમારી હતી. જેના કારણે તે સતત રડી રહ્યો હતો. તેથી પરિવારજનોએ કોઇ ભુવાના કહેવાથી માસૂમના પેટ પર અગરબત્તીના ડામ દીધા હતા.
આ પણ વાંચો Rajkot: પાછોતરા વરસાદને કારણે કપાસમાં થયેલા નુકસાન અંગે કૃષિમંત્રીએ આપ્યુ મહત્વનું નિવેદન- Video
માતાએ તેના ફૂલ જેવા કોમળ બાળકને જ પેટના ભાગે બે ડામ આપતા માસૂમની તબિયત લથડી હતી. તેથી બાળકને ગત 13 ઓક્ટોબરે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી બાળકની સારવાર ચાલી રહી હતી, પરંતુ આજે સારવાર દરમિયાન બાળક મોતને ભેટ્યો છે. સમગ્ર મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે. અંધશ્રદ્ધાના ખપ્પરમાં માસૂમનો ભોગ લેવાયો તેમ છતાં બાળકના માતા-પિતા પૂજા દરમિયાન અગરબત્તી બાળક પર પડી જવાથી બાળક દાઝી ગયું હોવાનું રટણ કરી રહ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
