RAJKOT : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી હિતેશ વોરાનું રાજીનામું, નાદુરસ્ત તબિયતનું આપ્યું કારણ

અમિત ચાવડાને મોકલેલા રાજીનામા પત્રમાં હિતેશ વોરાએ જણાવ્યું છે કે, મારી તબિયત સારી ન રહેવાથી હું પક્ષ માટે પુરતો સમય આપી શકતો નથી. આથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી હું રાજીનામું આપું છું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 12:50 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ આવી રહયાની ચર્ચા વચ્ચે જિલ્લાનાં સંગઠનનાં માળખામાં પણ આગામી દિવસોમાં મોટા ફેરફાર આવી રહયા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદેથી હિતેશ વોરાએ રાજીનામુ આપી દેતા નવા પ્રમુખ માટે શોધ શરુ કરવામાં આવી છે.

અમિત ચાવડાને મોકલેલા રાજીનામા પત્રમાં હિતેશ વોરાએ જણાવ્યું છે કે, મારી તબિયત સારી ન રહેવાથી હું પક્ષ માટે પુરતો સમય આપી શકતો નથી. આથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી હું રાજીનામું આપું છું. આપને મારી વિનંતી છે કે, મારૂ રાજીનામું સ્વીકારશો.

છેલ્લા ચાર વર્ષથી રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ સંભાળી રહેલા વોરાએ પ્રદેશ કોંગ્રેસને રાજીનામુ મોકલાવી આપ્યુ છે જો કે પક્ષે હજુ તે સ્વીકાર્યુ નથી પરંતુ હવે તેઓ ખૂદ કોઈ બીજાને તક મળે તેવુ ઈચ્છી રહયા છે. દરમિયાન રાજકોટ જિલ્લા કોંગ્રેસનાં નવા પ્રમુખ માટે સક્રિય આગેવાનની શોધ ચાલી રહી છે. આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ જ્ઞાાતિના રાજકીય ગણિત મુજબ કોઈ પટેલ આગેવાનને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવે તેવી શકયતા છે. પ્રદેશ પ્રમુખ પદે નવી નિમણૂંક થાય ત્યાર બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ બદલાશે તેવુ સૂત્રોએ જણાંવ્યુ હતુ.

10 મહિના પહેલા જસદણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણી અને જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ દિલીપ રામાણીએ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું હતું. ત્યારે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">