Rajkot: જામકંડોરણાના ચરેલ અને જામખાટલીમાં ફાટ્યું આભ, એક કલાકમાં ગામ જળબંબાકાર

રાજકોટ (Rajkot) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જામકંડોરણાના ચરેલમાં 1.5 કલાકમાં 5 ઇંચ તથા જામ ખાટલીમાં 1 કલાકમાં 6 ઇંચ વરસાદ તેમજ લોધિકામાં પણ વરસાદ નોંધાયો હતો. જેના પગલે ગણતરીના સમયમાં ગામમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 7:49 PM

રાજકોટ (Rajkot) જિલ્લાના જામકંડોરણામાં (Jamkandorna) માત્ર દોઢ કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો અને ગણતરીના કલાકોમાં ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ચરેલ ગામમાં જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિમાં ગામની શાળામાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમને ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા હતા. ગામના નીચાણવાળા વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા. તો જામકંડોરણાના જામખાટલી ગામમાં એક કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટ બની ગયું હતું.

જામખાટલી ગામે પણ ધોધમાર વરસાદ

રાજકોટના જામકંડોરણા તાલુકાના જામખાટલી ગામે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને એક કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકી જતા ગામ ગણતરીના સમયમાં બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. તો જામ ખાટલીથી જામકંડોરણા તરફ જવાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને આ ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા.

લોધિકામાં પણ વરસાદ

જિલ્લાના લોધિકા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદને પરિણામે ચીભડા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. તેમજ દેવગામ પાસે આવેલી વાસિયાવાડી નદી બે કાંઠે વહેવા લાગી હતી.

ગોંડલમાં 7 મકાનની છત ધરાશાઈ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ખોડીયારનગર વિસ્તારમાં 7 મકાનોની છત ધરાશાઈ હતી. ખાનગી કોન્ટ્રાક્ટરની સાઈટ પર નવા મકાન બની રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી અને વરસાદને પગલે નવા બની રહેલા મકાનોની છત પડી ગઈ હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નોંઘાઈ નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">