ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિડીયો ટ્વિટ કરી ભાજપ સરકાર પર સાધ્યું નિશાન

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિડીયો ટ્વિટ કરી આક્ષેપ કર્યો છે કે, ‘ગરીબોને અનાજ આપવાની જગ્યાએ સસ્તા અનાજની દુકાન બહાર થેલીનું વિતરણ કરીને ભાજપ કોરોનાથી પીડિત પ્રજાની મજાક ઉડાવી રહ્યું છે

Gujarat વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani ) એ ટ્વિટર પર એક વીડિયો ટ્વિટ કરીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.આ વીડિયોમાં એક વ્યક્તિ દ્વારા સસ્તા અનાજની દુકાનની બહાર ભાજપના કાર્યકરો દ્વારા વહેંચવામાં આવેલી થેલી દેખાડવામાં આવી રહી છે.પરેશ ધાનાણીનો આક્ષેપ છે કે, ‘ગરીબોને અનાજ આપવાની જગ્યાએ સસ્તા અનાજની દુકાન બહાર થેલીનું વિતરણ કરીને ભાજપ કોરોનાથી પીડિત પ્રજાની મજાક ઉડાવી રહ્યું છે’…તો ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા કહ્યું કે, ‘ભાજપ સરકારે ગરીબોના પેટનો ખાડો પૂરાય તે માટે વિનામૂલ્યે અનાજ આપ્યું છે, પરંતુ કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ કરી રહી છે.

આ પણ વાંચો : Viral Video : અમેરીકાના વ્યક્તિએ તા રા રા રા ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, જોઇને તમને પણ મજા પડી જશે.

આ પણ વાંચો : BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

Click on your DTH Provider to Add TV9 Gujarati