રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગ મુદ્દે પૂર્વ ચીફ ફાયર ઓફિસરનો મોટો દાવો, જાણો શું કહ્યું

રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગ મુદ્દે પૂર્વ ચીફ ફાયર ઓફિસરનો મોટો દાવો, જાણો શું કહ્યું

Mohit Bhatt
| Edited By: | Updated on: May 26, 2024 | 3:38 PM

રાજકોટમાં સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયંકર હતી કે એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

રાજકોટના નાનામોવા રોડ પર ગેમઝોનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયંકર હતી કે એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયો છે.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદના TRP ગેમઝોન પણ આગ લાગી હતી, ત્યારે અમદાવાદ બાદ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગતા અનેક સવાલો ઉઠાવ્યા છે. અનેક ઘટનાઓ બાદ કેમ કાળજી લેવાતી નથી ?

આ અંગે પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે, ગેમઝોન બનાવવામાં ફેબ્રિકેશન સહિત એવા મટેરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઝડપી આગ પકડી લે છે. આ ઉપરાંત ગેમઝોનમાં વપરાતા રમતગમતના સાધનો રબર અને પ્લાસ્ટિકના બનેલા હોય છે, જેમાં ઝડપથી આગ ફેલાય છે. ગેમઝોનમાં પર્યાપ્ત માત્રામાં ફાયર સેફ્ટીના સાધનો તથા ઈમરજન્સી ગેટ હોવા જોઈએ.

Published on: May 25, 2024 07:23 PM
g clip-path="url(#clip0_868_265)">