Rajkot: પાટીદારોનું સમાજની તરફેણમાં આધુનિક ચિંતન, 10 સમાજ શાસ્ત્રીના સથવારે જાણો કયો અગત્યનો નિર્ણય લેવાયો

આ ચિંતન શિબિર હેમુ ગઢવી હોલમાં (Rajkot News) શનિવારે યોજાઈ હતી. ચિંતન શિબિરમાં યુવક-યુવતીઓ અને માતા-પિતા હાજર રહ્યા હતા. જુના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન આપવા માટે યુવાનોના અભીપ્રાયો પણ લેવામાં આવ્યા.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

May 23, 2022 | 4:23 PM

પાટીદાર સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની પહેલીવાર યોજાઈ ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં પાટીદાર સમાજની સમસ્યા જેમકે, દીકરા દીકરીના લગ્નમાં નડતી મુશ્કેલી, આર્થિક સધ્ધરતા હોવા છતા આપઘાતની ઘટના, વગેરે જેવા મુદ્દાઓનું ચિંતન કરવામાં આવ્યું. આ ચિંતન શિબિર હેમુ ગઢવી હોલમાં (Rajkot News) શનિવારે યોજાઈ હતી. ચિંતન શિબિરમાં યુવક-યુવતીઓ અને માતા-પિતા હાજર રહ્યા હતા.  જુના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન આપવા માટે યુવાનોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા. 1500 થી વધુ લોકોને ચિંતન માટે પ્રશ્નોતરી પૂછવામાં આવી હતી અને તેમાંથી તારણો પણ કાઢવામાં આવ્યા હતા.

દસ સમાજશાસ્ત્રીઓની ટીમ બનાવવામાં આવી

લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ પણ બનાવવામાં આવી. આ ટીમ સગપણ નક્કી કરવામાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરશે. પારીવારિક ઝઘડાનો ઉકેલ  શાંતિથી આવે એવો માર્ગ વિચારશે. તેમજ પરીવારનું કાઉન્સેલીંગ પણ કરશે. શિબિરમાં સગપણમાં દરમિયાન બંને કુટુંબો ઘરે નહી પણ બહાર કોઈ જગ્યાએ મળીને વાતચીત કરે તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો.

આ ચિંતન શિબિરમાં સમાજના લોકોએ વિવિધ તારણો રજૂ કર્યા હતા જેમકે, ઉચ્ચ અભ્યાસ ધરાવતુ પાત્ર જોઈએ, દેખાવમાં બાંધ-છોડ નહી, ઓનલાઈન સગાઈનું પ્રચલન વધ્યુ, છોકરો વેલ સેટલ્ડ હોવો જોઈએ, સંયુકતની જગ્યાએ નાના અને વિભક્ત કુટુંબની પસંદગી. આવા બધા જ તારણોને ધ્યાને લઈને ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં આવા મુદ્દાઓનું પારીવારીક રીતે નિરાકરણ લાવી શકાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati