RAJKOT થયું શર્મસાર,કોવિડ હોસ્પિટલમાં સારવારના બહાને મહિલા ઉપર દુષ્કર્મ, પોલીસે અટેન્ડન્ટની કરી અટકાયત

RAJKOT : રાત્રીના સમયે મહિલાને માથાનો દુખાવો હતો. જેથી તેઓ પથારી પર બેઠા હતા ત્યારે એટેન્ડન્ટ હિતેષ ત્યાં આવ્યો હતો અને દવા કરવાના બહાને વોર્ડની લાઇટ બંધ કરીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવાઈ છે.

  • Bipin Prajapati
  • Published On - 11:05 AM, 30 Apr 2021

રાજકોટની ( RAJKOT ) કોવિડ હોસ્પિટલમાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે હિતેષ ઝાલા નામના એક શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જે મહિલા દર્દીએ, દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી હતી. જેથી તેને સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેઓનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતા, મહિલાને સાદા વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દરમિયાન રાત્રીના સમયે મહિલાને માંથાનો દુખાવો હતો. જેથી તેઓ પથારી પર બેઠા હતા ત્યારે એટેન્ડન્ટ હિતેષ ત્યાં આવ્યો હતો અને દવા કરવાના બહાને વોર્ડની લાઇટ બંધ કરીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ  કરવામાં આવી છે.

મહિલાએ ફોનથી પરિવારજનોને કરી જાણ

આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે ગઈકાલ ગુરૂવારે સવારના સમયે મહિલાએ ફોન કરીને પોતાના પરિવારને જાણ કરી હતી અને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલે પહોંચ્યા હતા. અને મહિલાએ તેની આપવિતી વર્ણવી હતી. જે બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને પ્રાથમિક તપાસના અંતે તથ્ય જણાતા હિતેષ ઝાલા નામના શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી.

સિવીલ તંત્રએ આપ્યો હતો ઘટના અંગે રદિયો

સિવીલ હોસ્પિટલમાં દુષ્કર્મનો બનાવ બન્યો હોવાના સમાચાર વાયુ વેગે બહાર આવતા સિવીલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું હતુ .જો કે  ગઈકાલ ગુરુવારની સાંજ સુધીમાં ફરિયાદમાં કોઇ તથ્ય ન હોવાનું કહીને રદિયો પણ આપી દીધો હતો. મહત્વનું છે કે આ અગાઉ પણ સિવીલ હોસ્પિટલમાં મૃતદેહોની અદલાબદલી,સોના ચાંદીના ઘરેણાંસહીત કિંમતી વસ્તુઓ ગુમ થવા, ઇન્જેકશનના કાળા બજાર સહિતના મુદ્દે સિવીલ હોસ્પિટલ  વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે આ એક વધુ વિવાદના વમળમાં સિવીલ હોસ્પિટલ આવી છે.