રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા અર્જુન ખાટરીયાની હકાલપટ્ટી, પક્ષ વિરોધી પ્રવૃતિ કરાતા હોવાની ફરિયાદ બાદ નિર્ણય- વીડિયો
રાજકોટ જિલ્લા પંયાતકના કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટી કરવામાં આવી છે. પક્ષને નુકસાન કરતી પ્રવૃતિની નેતાઓએ ફરિયાદ કરતા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના બાદ નિર્ણય લેવાયો છે અને અર્જુન ખાટરિયાને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા અર્જુન ખાટરીયાની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાની ફરિયાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને કરવામાં આવી હતી. જે બાદ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે અર્જુન ખાટરીયાને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. જો કે સંકેત એવા પણ મળી રહ્યા છે કે ખાટરીયા ટૂંક સમયમાં જ કેસરિયા કરવાના છે. અર્જુન ખાટરીયા તેમના અન્ય કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે તેવી પણ અટકળેો સેવાઈ રહી છે.
ખાટરીયા સામે પક્ષ વિરોધી પ્રવૃતિની ફરિયાદ મળતા પ્રમુખ શક્તિસિંહે બતાવ્યો બહારનો રસ્તો
અર્જુન ખાટરીયાની હકાલપટ્ટી મુદ્દે અમારા સંવાદદાતાએ તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે જણાવ્યુ કે અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ એ તેમના માટે હ્રદયસ્પર્શી છે અને પીએમ મોદીના વિકાસ યાત્રામાં જોડાવાનુ તેમણે નક્કી કર્યુ છે. આ અંગે કદાય પ્રદેશ સમિતિને જાણ થઈ હોય અને પક્ષમાંથી અને પાર્ટીમાં હટાવ્યા હોય તેવુ બની શકે . વધુમાં તેમણે જણાવ્યુ કે પાર્ટીને ટકાવવા માટે તેમનુ યોગદાન ઘણુ મોટુ છે. જીવનના 25 વર્ષ તેઓ કોંગ્રેસ પાર્ટી માટે ખર્ચ્યા છે ખાટરીયાએ જણાવ્યુ હતુ.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
