Rajkot : સી.આર. પાટીલે જનપ્રતિનિધિઓના મહાસંમેલનમાં આપ પર કર્યા આકરા પ્રહાર

રાજકોટમાં(Rajkot)ભાજપના(BJP)ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના મહાસંમેલનને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આમ આદમી પાર્ટી(AAP)પર  આકરા પ્રહાર કર્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Sep 20, 2022 | 8:29 PM

રાજકોટમાં(Rajkot)ભાજપના(BJP)ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના મહાસંમેલનને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આમ આદમી પાર્ટી(AAP)પર  આકરા પ્રહાર કર્યા હતા. જેમાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટીની ડિપોઝિટો જપ્ત થઈ છે. સી. આર. પાટીલે કહ્યું કે ડિપોઝીટ ગુમાવનારી પાર્ટી હવે જીતવાની વાત કરે છે. જો કે ગુજરાતના વિરોધીઓને પ્રજા ક્યારેય સાથ નહીં આપે. સી. આર. પાટીલે મફતની રેવડી મુદ્દે નિશાન સાધતા કહ્યું કે ગુજરાતની પ્રજાને મફત ખાવાની નહીં પરંતુ મહેનત કરીને ખાવાની આદત છે. સી. આર. પાટીલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને મતદારો કે કાર્યકરો નારાજ ન થાય તેની ચિંતા કરવા પણ અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટ  ની મુલાકાતે છે. ઍરપોર્ટ પર જેપી નડ્ડા નું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઍરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી. આર .પાટીલ પણ તેમને રિસિવ કરવા પહોંચ્યા હતા. ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા ઉપસ્થિત સહુ દિગ્ગજોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. નડ્ડાના સ્વાગતમાં પરંપરાગત રાસ ગરબાની રમઝટ જામી હતી. પરંપરાગત છત્રી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ ઍરપોર્ટથી સીધા તેઓ સભા સ્થળ પર જવા રવાના થયા હતા. જેપી નડ્ડાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. ઍરપોર્ટથી સીધા તેઓ સભા સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. અહીં ગુજરાતભરના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમણે સંબોધ્યા હતા.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati