Rajkot : કોંગ્રેસમાં હોવા છતાં આ નેતાનો છલકાઈ રહ્યો છે કમળ પ્રેમ ! ચૂંટણી પહેલા છોડી શકે છે ‘હાથ’નો સાથ

ધોરાજીમાં આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પમાં લલિત વસોયા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા ( MLA Jayesh Radadiya) અને સાંસદ રમેશ ધડુક સાથે જોવા મળ્યા.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 14, 2022 | 11:37 AM

ધોરાજીના (Dhoraji)  કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા(MLA Lalit Vasoya)  ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે. તેઓ વધુ એક વખત ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા છે.ધોરાજીમાં આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પમાં લલિત વસોયા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા (BJP MLA Jayesh Radadiya) અને સાંસદ રમેશ ધડુક સાથે જોવા મળ્યા. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા.તેમણે સીધેસીધુ કહેવાની જગ્યાએ પતિ-પત્નીનું ઉદાહરણ આપીને પાર્ટી છોડવાના સંકેત આપ્યા. વસોયાએ કહ્યું કે, લગ્ન સમયે પતિ-પત્ની આજીવન સાથે રહેવાનું વચન આપતા હોય છે. પરંતુ કોઈ કારણસર છૂટાછેડા (Divorce) પણ થતા હોય છે.જેથી “આજીવન કૉંગ્રેસમાં (Congress)  જ રહેવાનો છું” તેવું કહેવાને બદલે વસોયાએકહ્યું કે,અત્યારે કૉંગ્રેસમાં છું તે જ મોટી વાત છે.

લલિત વસોયાનો ભાજપ પ્રેમ….!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections) પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને મંગળવારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તો આ બધાની વચ્ચે કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે.પાર્ટીના દિગ્ગજ નેતાનો ભાજપ પ્રેમ ઉડીને આંખે વળગ્યો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati