રાજકોટ (Rajkot) સ્વામિનારાયણ મંદિરના (Swami Narayan Temple) વિવેકસાગર સ્વામીની મહિલા સાથે અભદ્ર વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ (Audio viral) થઈ છે.સોશિયલ મીડિયામાં ફરતી થયેલી કથિત ઓડિયો ક્લિપમાં સ્વામીજી કોઈ મહિલા સાથે વાતચીત કરી રહ્યા છે. આ ક્લિપ બાદ વિવાદ થતા આખરે વિવેકસાગર સ્વામીએ (Viveksagar swami) સ્પષ્ટતા કરી છે કે ઓડિયો ક્લિપમાં તેમનો અવાજ નથી. તેમણે આરોપ પણ લગાવ્યો હતો કે તેમને બદનામ કરવા માટે કાવતરું રચવામાં આવ્યુ છે.
પ્રબોધ સ્વામીના (Prabodh Swami) શિષ્ય આનંદસાગર સ્વામીએ (Anandsagar swami) ભગવાન શિવ (lord Shiva) પર આપેલા નિવેદનથી બહ્મસમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. જો કે પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદસાગર સ્વામીએ માફી માગી છે. ભારે વિવાદ અને રોષ બાદ આનંદસાગર સ્વામીએ માફીને ઉચિત સમજી હતી.
આનંદસાગર સ્વામીએ કહ્યું કે મારી ભૂલ થઈ છે, તમામ શિવ ભક્તોની માફી માગુ છું. સાથે જ દાવો કર્યો કે, પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી હતી. શિબિર દરમિયાન મૌન અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે. મહત્વનું છે કે દેવાધી દેવ મહાદેવનું અપમાન કરતો આનંદસાગર સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ દાવો કરે છે કે ખુદ ભગવાન શિવ પ્રબોધસ્વામીના દર્શન માટે આવ્યાં હતા. મહાદેવ પ્રબોધ સ્વામીના શિષ્યના ચરણસ્પર્શ કરીને જ પરત ફર્યાનો તેમણે દાવો કર્યો હતો.
Published On - 8:54 am, Fri, 9 September 22