રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવેલુ સિટી સ્કેન મશીન છેલ્લા 10 મહિનાથી બંધ હાલતમાં- જુઓ વીડિયો

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવેલુ સિટી સ્કેન મશીન છેલ્લા 10 મહિનાથી બંધ હાલતમાં- જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 03, 2024 | 11:49 PM

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 મહિનાથી સિટી સ્કેન માટેનું મશીન વસાવી લેવામાં આવ્ચુ છે પરંતુ આજ દિન સુધી મશીન શરૂ કરવામાં આવ્યુ નથી. અને આ મશીન શરૂ ન કરવાના અવનવા બહાના સિવિલ તંત્ર બનાવી રહ્યુ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટા ઉપાડે સિટી સ્કેન મશીન તો વસાવી લેવાયુ પરંતુ તે ક્યારેય શરૂ જ ન થયુ અને સિવિલ તંત્ર શરૂ કરવાને બદલે શરૂ કેમ ન થયુ તે સમજાવવા માટે અવનવા બહાના બનાવી રહ્યુ છે. જેમા અંતે હાલાકી માત્ર દર્દીઓના ભાગે જ છે જેની કોઈને પડી નથી.

10 મહિનાથી સિટી સ્કેન મશીન ખાય છે ધૂળ

રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત જ નિરાળી છે. જ્યાં સિટી સ્કેન મશીન વસાવી લેવામાં આવ્યુ છે અને સૂચના પણ ચોંટાડી દેવાઈ છે કે MRI અહીં થાય છે. જો કે દર્દીઓને હજુ સુધી એ જ સવાલ છે કે ભાઈ ક્યાં થાય છે. આ એટલે કહેવુ પડે છે કારણ કે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા સિટી સ્કેનનું મશીન તો વસાવી લેવાયુ છે પરંતુ તે શરૂ કરવાનુ સિવિલ તંત્ર ભૂલી ગયુ છે. સિવિલમાં છેલ્લા 10 મહિનાથી સિટી સ્કેન મશીન વસાવી લેવાયુ છે પરંતુ તેના ઉપયોગ માટે સિવિલ તંત્ર જાણે શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યુ છે જે કદાચ હજુ સુધી આવ્યુ નથી અને આથી જ સિટી સ્કેન મશીન કેમ શરૂ નથી તે સમજાવવા અવનવા બહાના બનાવી રહ્યુ છે.

સિવિલમાં સિટી સ્કેન મશીન હોવા છતા ગરીબ દર્દીઓ બહાર રિપોર્ટ કરાવવા મજબુર

કરોડોના ખર્ચે સિટી સ્કેન મશીન વસાવાયુ હોવા છતા તે ધૂળ ખાઈ રહ્યુ છે અને ગરીબ દર્દીઓએ બહાર ગાંઠના પૈસા ખર્ચીને સિટી સ્કેન કરાવવો પડે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ જ છે કે સિવિલમાં મશીન હોવા છતા તે શરૂ કેમ નથી કરાઈ રહ્યુ, શું સિવિલમાં સિટી સ્કેન મશીન ઓપરેટ કરી શકે તેવા ટેકનિશ્યનન સ્ટાફ નથી ? જો કે હવે દર્દીઓને ક્યારે આ સમસ્યામાંથી છુટકારો મળે અને ક્યારે સિવિલ તંત્ર મશીન કાર્યરત કરે છે તે જોવુ રહ્યુ.

ઈનપુટ ક્રેડિટ- રોનક મજીઠીયા- રાજકોટ

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો