Rajkot : રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, પોલીસતંત્ર દ્વારા લોક દરબાર યોજ્યો

વિજય રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી પર્વે રાજકોટ પોલીસે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં લોકદરબારનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં લેન્ડ ગ્રેબિંગનો ભોગ બનનારા 83 અરજદારોને ACP કક્ષાના અધિકારીએ સાંભળ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:26 PM

Rajkot :વિજય રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી પર્વે રાજકોટ પોલીસે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં લોકદરબારનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં લેન્ડ ગ્રેબિંગનો ભોગ બનનારા 83 અરજદારોને ACP કક્ષાના અધિકારીએ સાંભળ્યા. આ લોકદરબારમાં કંચન સોલંકીએ પુત્રની કિડનીની બિમારીની સારવાર માટે 5 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે નાના દીકરાએ 13 લાખ ચુકવ્યા. આમ છતા હજુ 10 લાખની વ્યાજખોરો માગ કરી રહ્યાં છે. આ કેસમાં ભક્તિનગર પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરશે. રાજકોટ પોલીસ કમિશનરે કહ્યું કે લોકોને ખોટી રીતે ધમકાવનારા વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરાશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">