Rajkot: હાર્ટએટેકના કેસ વધતા DEOની શાળાના આચાર્યોને તાકીદ, બાળકો પાસે બળપૂર્વક ન કરાવો કામ-Video
Rajkot: સૌરાષ્ટ્રમાં યુવાનો અને બાળકોમાં હાર્ટએટેકથી મોતના બનાવો વધ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ દરેક શાળાના આચાર્યોને સૂચના આપી છે કે બાળકો પાસે બળપૂર્વક કામ ન કરાવવુ તેમજ શાળામાં બાળકોની કસરત સમયે પણ યોગ્ય તકેદારી રાખવી. બાળકો પાસે મહેનતનું કામ પરાણે ન કરાવવા જિલ્લા શિક્ષણાધિકારીએ તાકીદ કરી છે.
Rajkot: રાજ્યમાં યુવાનો અને બાળકોના હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. રાજકોટમાં એક વર્ષમાં છથી સાત આવા ચોંકાવનારા બનાવો બન્યા છે. ત્યારે રાજકોટ, જસદણ, જેતપુરના આચાર્યોની એક બેઠક મળી હતી. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ બાળકો પાસે બળપૂર્વકનું કામ ન કરાવવા આચાર્યોને સૂચના આપી. આ સાથે જ શાળામાં બાળકોની કસરત સમયે યોગ્ય તકેદારી રાખવા પણ જણાવ્યું.
આપને જણાવી દઈએ કે જેતપુરની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. મૃતક વિદ્યાર્થિની સરદાર પટેલ કેળવણી મંડળમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની જામકંડોરણાના જામદાર ગામની રહેવાસી હતી. તેની વાલની બીમારીની સારવાર ચાલી રહી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 18, 2023 12:16 AM
