RAJKOT : કરોડોના વિદેશી દારુ પર બુલડોઝર ફેરવાયું, આ દ્રશ્યો દારૂપ્રેમીઓને હતાશ કરશે

31 ડિસેમ્બર નજીક આવી છે. ત્યારે દારૂબંધીના કાયદો અમલમાં હોવાછતાં ગુજરાતમાં દારૂની હેરાફેરી થઇ રહી છે. અને, નવા વરસની ઉજવણી ટાણે રાજયમાં કરોડોના દારૂની હેરાફેરી થાય છે. અને, દારૂના શોખીનો નવા વર્ષની ઉજવણીની હંમેશા રાહ જોતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 6:39 PM

રાજકોટના જસદણ અને વીંછીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019-20 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. જસદણ જુના રેલવે સ્ટેશન પાસે આવેલા ગૌચરમાં ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 2019-10માં કુલ 1 કરોડ 33 લાખ રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો હતો. કુલ 38 હજાર 254 નંગ બોટલ પર બુલડોઝર ફરતા ખુલ્લા મેદાનમાં દારૂની નદી વહેતી હોય તેવા દ્રષ્યો સર્જાયા હતા.

નોંધનીય છેકે 31 ડિસેમ્બર નજીક આવી છે. ત્યારે દારૂબંધીના કાયદો અમલમાં હોવાછતાં ગુજરાતમાં દારૂની હેરાફેરી થઇ રહી છે. અને, નવા વરસની ઉજવણી ટાણે રાજયમાં કરોડોના દારૂની હેરાફેરી થાય છે. અને, દારૂના શોખીનો નવા વર્ષની ઉજવણીની હંમેશા રાહ જોતા હોય છે. ત્યારે દારૂને લઇને પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. આમ છતાં દારૂના ધંધા પર રોક આવી શકી નથી. અને, યેનકેન પ્રકારે કરોડોનો દારૂ જપ્ત થતો રહે છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં આ દારૂના જથ્થાનો ભરાવો એટલી હદે થઇ જતો હોય છેકે તેના પર આખરે બુલડોઝર ફેરવવામાં આવે છે. અને, કરોડોનો ઝડપાયેલો દારૂ આખરે માટીમાં ભળી જાય છે.

બસ આવું જ કંઇક બન્યું જસદણ અને વીંછીયા પોલીસ સ્ટેશનમાં જયાં છેલ્લા બે વરસથી ઝડપાયેલા દારૂના જથ્થાનો આખરે નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : DAHOD : 700 વિદ્યાર્થીઓ વાળી પ્રાથમિક શાળા પાસે નથી પોતાનું બિલ્ડીંગ, કોન્ટ્રાક્ટ પૂરો થતાં મકાન ખાલી કરવાનો વારો

આ પણ વાંચો : દિલ્હીમાં ઓમિક્રોનનું #YellowAlert, લોકો લઈ રહ્યા છે મજાકમાં, સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે ફની મીમ્સ

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">