રાજકોટ: ભાજપના પ્રદેશ આગેવાન જ તંત્રની કાર્યપધ્ધતિથી નારાજ, ચેતન રામાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ચેતન રામાણીના અધિકારીઓ પર થયેલા આકરા પ્રહાર અંગે પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ જમીનના મલિક દિનેશ ઠૂંગા હતા જ્યારે લેનાર વિનોદભાઈ અને જેન્તીભાઈ રામાણી છે.

રાજકોટમાં ભાજપ પ્રદેશ આગેવાને તંત્રની કાર્યપધ્ધતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપ પ્રદેશ આગેવાન ચેતન રામાણીએ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે… અને રેવેન્યુના અધિકારીઓ ખોટી ક્વેરી કાઢી ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ અલગ અલગ ડોક્યુમેન્ટની માંગણીઓ કરી ખેડૂતોની અરજીઓ નામંજૂર કરવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ભાજપના આગેવાનો જ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે.

તો સમગ્ર મુદ્દે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીએ ખેડૂતના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા છે.અને પ્રમોલગેશન નોંધમાં અરજદારના વારસાઈથી ખાતેદાર નથી તેમજ વેંચાણથી ખાતેદાર બનેલા હોવાનું જણાવ્યું છે.અને સરકારની પોલીસીને આધારે કામ થતુ હોવાનું રટણ રટ્યું છે.

તો આ તરફ કોંગી MLA લલીત કગથરાએ ભાજપ પ્રદેશ આગેવાન દ્વારા તંત્રની કામગીરી પર ઉઠાવેલા સવાલોને સમર્થન આપ્યું છે..અને કહ્યુ છે કે માત્ર સવાલો જ ન ઉઠાવો પરંતુ જ્યાં સુધી સમસ્યનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડો.

ચેતન રામાણીના અધિકારીઓ પર થયેલા આકરા પ્રહાર અંગે પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ જમીનના મલિક દિનેશ ઠૂંગા હતા જ્યારે લેનાર વિનોદભાઈ અને જેન્તીભાઈ રામાણી છે. 60 વર્ષ જૂના પ્રમોલગેશનના ખાતેદાર હોવાના પુરાવાઓ રજુ કરવામાં આવ્યા નથી. પ્રમોલગેશન નોંધમાં અરજદારના બાપ-દાદા વારસાઈથી ખાતેદાર નથી તે વેંચાણથી ખાતેદાર બન્યા છે. સરકારના ઠરાવ મુજબ, વારસાઈથી પ્રમોલગેશનમાં નામ આવે તો જ પ્રમાણપત્ર આપી શકાય.

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિઅન્ટની ગભરાટ વચ્ચે જાપાનનો મોટો નિર્ણય! વિદેશી પ્રવાસીઓને પ્રવેશ નહીં મળે, દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati