રાજકોટના પૂર્વ વિસ્તારમાં 33 એકર જમીનમાં બનશે લાયન સફારી પાર્ક, જુઓ વીડિયો

રાજકોટના પૂર્વ વિસ્તારમાં 33 એકર જમીનમાં બનશે લાયન સફારી પાર્ક, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 04, 2024 | 4:45 PM

રાજકોટના પૂર્વ વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. જેથી રાજકોટવાસીઓને સિંહ જોવા માટે ગીરના જંગલોમાં નહીં જવુ પડે. તમે TV9ની સ્ક્રિન પર લાયન સફારી પાર્કના દ્રશ્યો જોઈ શકો છો. 33 એકર જમીનમાં 30 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક તૈયાર થવાનું છે.

રાજકોટના પૂર્વ વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. જેથી રાજકોટવાસીઓને સિંહ જોવા માટે ગીરના જંગલોમાં નહીં જવુ પડે. તમે TV9ની સ્ક્રિન પર લાયન સફારી પાર્કના દ્રશ્યો જોઈ શકો છો. 33 એકર જમીનમાં 30 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક તૈયાર થવાનું છે. આ પાર્ક રાંદરડા અને લાલપરી પાસે સફારી પાર્ક બનાવાશે.જે 2026માં લાયન સફારી પાર્ક બની જાય તેવી શક્યતાઓ છે.

લાયન સફારી પાર્કમાં સિંહોનું એક ગ્રુપ પણ રાખવામાં આવશે.જો કે હાલ લાયન સફારી પાર્કમાં સઘન વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જેથી સિંહોને રહેવા માટે અનુકુળ વાતાવરણ બનાવી શકાય. તો સાથે સાથે આયુર્વેદિક વન પણ બનાવવામાં આવ્યું છે. જેથી સિંહ દર્શનની સાથે સાથે આયુર્વેદમાં ઉપયોગી હોય તેવા વૃક્ષો પણ લોકોને જોવા મળશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો