Rajkot: તહેવારો વચ્ચે શહેરમાં ભેળસેળિયાઓ પર સપાટો, 284 કિલો ઘીમાં ભેળસેળ મામલે દુકાન માલિક વિરુદ્ધ ફરિયાદ

આ દુકાનમાં અમૂલ ઘીના ડબ્બામાં અન્ય ઘી ભેળસેળ કરવામાં આવતુ હતું.જે મામલે તપાસ દરમિયાન ખુલાસો થયો છે.  આ મુદ્દે હવે ફરિયાદ દાખલ થઇ છે.

2 મહિના પહેલા રાજકોટના (Rajko) જૂના માર્કેટિંગ યાર્ડમાં (marketing yard) આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા કાર્યવાહી કરીને સોનિયા ટ્રેડિંગ નામની દુકાનમાં ચાલતા ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. આ દુકાનમાં સનફલાવર તેલમાં(Sunflower oil)  પામ ઓઈલને ભેળવવામાં આવતુ હતું તથા ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવતી હતી.

આ દુકાનમાં અમૂલ ઘીના ડબ્બામાં અન્ય ઘી ભેળસેળ કરવામાં આવતુ હતું.જે મામલે તપાસ દરમિયાન ખુલાસો થયો છે.  આ મુદ્દે હવે ફરિયાદ દાખલ થઇ છે.

આરોગ્ય વિભાગ દ્વારા 2 મહિના પહેલા અમૂલ ઘીના ડબ્બામાં બેચ નંબર મેચ થતા ના હોવાની માહિતી સામે આવી હતી. જેમાં 1.13 લાખની કિંમતનું 284 કિલો નીકળી ઘી ઝડપી પાડવામાં આવ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોનિયા ટ્રેડિંગના માલિક પિયુષભાઈ સુમનાણી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે તો બીજી તરફ લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ચાર થી પાંચ મહિનાથી ખાદ્યતેલની ચીમવસ્તુઓમાં ભેળસેળ કરવાનું કૌભાંડ ચાલતું હતું. પરંતુ 2 મહિના પહેલા સમગ્ર કારસ્તાન સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ દુકાનમાં સનફલાવર તેલમાં પામ ઓઈલને ભેળવવામાં આવતુ હતું તથા ઘીમાં પણ ભેળસેળ કરવામાં આવતી હતી.

આ પણ વાંચો : Corona : વધુ એક વેરિઅન્ટનો ખતરો, આ દેશમાં Mu Variantના કેસ આવતા WHOએ કહ્યું કે ડેલ્ટાથી પણ વધુ ખતરનાક

આ પણ વાંચો :Narmada : વિપક્ષ ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે, ભારતમાં આતંકવાદ નથી તે પીએમ મોદીને આભારી : રાજનાથસિંહ

Click on your DTH Provider to Add TV9 Gujarati