RAJKOT : જેતપુરમાં રાશનશોપમાંથી ચોરેલું અનાજ વેચવા જતા 4 તસ્કરો પોલીસના હાથે ઝડપાયા

જેતપુરની રાશનશોપમાંથી ચોરાયેલા અનાજનો આ જથ્થો ગોંડલ માર્કેટિંગયાર્ડ માં વેચવા માટે આવ્યો છે એવી બાતમી મળતા જેતપુર પોલીસ ત્યાં પોહોચી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 10:01 PM

RAJKOT : રાજકોટ જિલ્લાના જેતપુરમાં સસ્તા અનાજની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 4 તસ્કરોને પકડી લીધા છે. જનમાષ્ટમીના તહેવાર ઉજવવા પૈસા ના હોય તસ્કરોએ સસ્તા અનાજની દુકાનને નિસાન બનાવી હતી. તસ્કરોએ શટર તોડી દુકાનમાંથી 49 બોરી ઘઉં અને ચોખા તેમજ 3 પેટી તેલની ચોરી કરી હતી. ઉપરાંત દુકાનમાં રાખેલા રોકડ રૂપિયા 5 હજાર અને એક લેપટોપ પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. ચોરાયેલા અનાજને તસ્કરો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવાની પેરવીમાં હતા ત્યારે તેઓ પોલીસ હાથે ઝડપાઈ ગયા છે.

એક દિવસ પહેલા જેતપુરના નવાગઢના સ્ટેટ બેન્ક રોડ ઉપર આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજના મોટા જથ્થાની ચોરી થઇ હતી. આ અનાજ જેતપુર ના BPL કાર્ડધારકોને આવી રહેલા જન્માષ્ટમીના તહેવાર ઉપર આપવાનું હતું. ચોરવામાં આવેલા અનાજના જથ્થામાં અંદાજિત 49 બોરી જેટલા ઘઉં અને ચોખાની ચોરી થઇ હતી, સાથે દુકાનની અંદર રહેલ રોકડ રૂપિયા 5 હજાર અને એક લેપટોપ મળી કુલ રૂપિયા 35,464ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

જેતપુરની રાશનશોપમાંથી ચોરાયેલા અનાજનો આ જથ્થો ગોંડલ માર્કેટિંગયાર્ડ માં વેચવા માટે આવ્યો છે એવી બાતમી મળતા જેતપુર પોલીસ ત્યાં પોહોચી હતી અને આ અનાજ વેચવા આવનારની માહિતી મેળવીને આ અનાજ ચોરોને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ કામના 4 આરોપીને ઝડપી પાડ્યા હતા તેમજ અનાજ અને અનાજબીજે લઈ જવા માટે એક ચોરીના કામમાં વપરાયેલ ટેમ્પો કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : DyCM નીતિન પટેલનું મોટું નિવેદન, “દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો બિનસાંપ્રદાયિકતા છે”

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">