RAJKOT : ગોંડલ, જેતપુર, ઉપલેટા અને જસદણમાં વરસાદ, અંડરબ્રીજમાં કાર પાણીમાં ડૂબી

Rain In Rajkot : રાજકોટ શહેરમાં વહેલી સવારે બે કલાકમાં 1 ઈંચ વરસાદ પડતા કેટલાક નીચાણવાળા સ્થળે પાણી ભરાયા, તો ગોંડલ, જેતપુર, ઉપલેટા અને જસદણમાં પણ વરસાદ પડ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 2:36 PM

RAJKOT : રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં વહેલી સવારે બે કલાકમાં 1 ઈંચ વરસાદ પડતા કેટલાક નીચાણવાળા સ્થળે પાણી ભરાયા, તો ધોરાજીના તોરણીયા, જમનાવડ, પરબડી, મોટીમારડ, ભુખી વેગળી સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો.જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડ, સરધારપુર ગામમાં સરેરાશ 1 ઈંચ ધીમી ધારે વરસાદ પડ્યો, તો ઉપલેટા અને જસદણના ગ્રામ્ય પંથકમાં કાચુ સોનું વરસતા ખેતીને નવજીવન મળ્યું છે.

ગોંડલમાં કાર અંડરબ્રીજમાં ડૂબી
રાજકોટમાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું છે.. ત્યારે કેટલાક સ્થળો પર હવે લોકોને તંત્રના વાંકે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટના ગોંડલ પંથકમાં મેઘરાજા દે ધનાધન વરસ્યા. ભારે વરસાદથી બસ સ્ટેન્ડમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી.ગોંડલમાં ઉમવાળા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ હતી.તંત્રના વાંકે કારચાલકને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.જો તંત્રએ અંડરબ્રિજ પાણી ન ઉતરે ત્યાં સુધી બંધ રાખ્યો હોત તો કારચાલકને ફસાવાનો વારો ન આવ્યો હોત.ગોંડલના રેલવે સ્ટેશન અને કોલેજ ચોક સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

જસદણ, જેતપુર અને ઉપલેટામાં વરસાદ
રાજકોટ જિલ્લાના જસદણ, જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો, તો ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.લાંબા વિરામ બાદ ઉપલેટાના ખાખીજાળીયા, ગઢડા, મોજીરાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. આ કાચુ સોનું વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા છે.ઉપલેટા પંથકમાં કપાસ, મગફળી, સોયાબીન, એરંડાના પાકને જીવતદાન મળશે.

આ પણ વાંચો : GIR SOMNATH : જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ, સુકાતા પાકને જીવનદાન મળ્યું

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">