અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, સીટીએમ નજીક પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો

અમદાવાદ શહેરના પાલડી, વાસણા, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ શહેરના પૂર્વ વિસ્તાર ખોખરા, અમરાઇવાડી, વસ્ત્રાલ, વટવા સહિતના વિસ્તારોના પણ વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતના(Gujarat)અનેક વિસ્તારોમાં થઈ રહેલી મેઘમહેર વચ્ચે અમદાવાદ(Ahmedabad) શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ શહેરના અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Rain) પડી રહ્યો છે.

જેમાં શહેરના પાલડી, વાસણા, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ શહેરના પૂર્વ વિસ્તાર ખોખરા, અમરાઇવાડી, વસ્ત્રાલ, વટવા સહિતના વિસ્તારોના પણ વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. તેમજ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જયારે શહેરના સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા  ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં શહેરના ઉસ્માનપુરામાં 1 ઇંચ મણિનગરમાં એક ઈંચ અને પાલડી અને દુધેશ્વરમાં અડઘો ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.. સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન બનશે.જેથી ગુજરાતને કોઈ ખતરો રહેશે નહી.જોકે તકેદારીના ભાગરૂપે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય, જુઓ ગંદકીથી ખદબદતા હાટકેશ્વર વિસ્તારનો વિડીયો

આ પણ વાંચો : Gandhi Jayanti 2021 : અમદાવાદનો ગાંધી આશ્રમ જોવા મળશે નવા લુકમાં, સાદગી પણ જળવાશે

Click on your DTH Provider to Add TV9 Gujarati