Surat : બારડોલી સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

સુરતમાં(Surat) ચોમાસાની શરુઆતથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સુરત જીલ્લામાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડયો છે. સુરતના મહુવા, ઉમરપાડા, કાછલ, કરચલિયા, વલવાડા, વાંસકુઈ પંથકમાં ધોધમાર વરસાદ પડયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 10:07 PM

ગુજરાતના સુરતમાં ચોમાસાની શરુઆતથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સુરત જીલ્લામાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડયો છે. સુરતના મહુવા, ઉમરપાડા, કાછલ, કરચલિયા, વલવાડા, વાંસકુઈ પંથકમાં ધોધમાર વરસાદ પડયો હતો. બારડોલીના પલસાણા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વ્યારા , વાપી , તાપી, વલસાડ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

ગુજરાતમા આખરે વરસાદની (Surat) જમાવટ શરૂ થઈ છે. જેમાં આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, તાપી,સુરત (Surat), સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. આ ગાંધીનગર અને પંચમહાલ, ગોધરા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે જમાવટ કરી છે.

હવામાન વિભાગે કરી હતી આગાહી

ઉલ્લેખનીય છે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચન અપાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ. પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">