Breaking News : બોપલમાં વિદેશીઓની રેવ પાર્ટી પર મધરાત્રે દરોડા, નશામાં ધૂત ભારતીય સહિત વિદેશીઓ ઝડપાયા, જુઓ વીડિયો
વિદેશીઓની રેવ પાર્ટી માટે, શરાબ અને શબાબની પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. ઝડપાયેલાઓમાં મોટા ભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે. પાર્ટી માટે છપાવેલા પાસમાં એવા ખાસ ઉલ્લેખ કરાયો હતો કે, દારૂ પીવા માટેની બ્રાન્ડ અને અનલિમિટેડ પી શકાય તેવું લખાણ લખાયેલ હતું.
અમદાવાદના બોપલમાં પોલીસે મધ્યરાત્રીના એક રેવ પાર્ટીમાં દરોડા પાડીને ભારતીય તેમજ વિદેશીઓને પીધેલા ઝડપી લીધા હતા. આ પાર્ટી વિદેશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના શીલજ પાસે આવેલ ઝેફાયર ફાર્મમાં કેટલાક વિદેશીઓએ રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ રેવ પાર્ટી અંગે બોપલ પોલીસને જાણકારી મળી હતી. જેના આધારે મધ્યરાત્રીના 3 વાગ્યાના અરસામાં ઝેફાયર ફાર્મ ભારતીયો અને વિદેશીઓની હાજરીમાં ચાલી રહેલ રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 2 ભારતીયો પણ પિધેલા ઝડપાયા હતા. આ ઉપરાંત 15 NRI દારૂ પિધેલા પકડ્યા છે.
વિદેશીઓની રેવ પાર્ટી માટે, શરાબ અને શબાબની પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા. ઝડપાયેલાઓમાં મોટા ભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે. પાર્ટી માટે છપાવેલા પાસમાં એવા ખાસ ઉલ્લેખ કરાયો હતો કે, દારૂ પીવા માટેની બ્રાન્ડ અને અનલિમિટેડ પી શકાય તેવા અર્થમાં લખાણ લખાયેલ હતું. બોપલ પોલીસે રેવ પાર્ટી પર દરોડા પાડીને દારૂના નશામાં ઘૂત રહેલા ભારતીય અને વિદેશીઓ સહિત કુલ 15થી વઘુ લોકોની ધરપકડ કરીને બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ આજથી 1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ, કેટલાક જિલ્લામાં ફુંકાશે ભારે પવન, જુઓ વીડિયો
