Surat: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામેના માનહાની કેસનો ચુકાદો 16 માર્ચે જાહેર કરાશે

આગામી 16 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં આવશે. મહત્વનું છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ એક સભામાં મોદી વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી.. જેને પગલે ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ મોઢ વણિક સમાજની બદનક્ષીનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 11:40 PM

સુરતની(Surat)  કોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)  સામેના માનહાની(Defamation) કેસનો ચુકાદો 16 માર્ચે જાહેર કરાશે. આ માનહાની કેસમાં સુનાવણી ગતરોજ પૂર્ણ થઇ ચૂકી છે. જોકે કોર્ટે ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે. અને 16 માર્ચે રાહુલ ગાંધીની હાજરીમાં કોર્ટ ચુકાદો સંભળાવશે.. જેના માટે આગામી 16 માર્ચે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં આવશે. મહત્વનું છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ એક સભામાં મોદી વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી.. જેને પગલે ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ મોઢ વણિક સમાજની બદનક્ષીનો કેસ સુરત કોર્ટમાં દાખલ કર્યો હતો.

શું છે સમગ્ર કેસ

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. જેમા અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. ત્યારે રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે.

જેના પગલે મોદી અટક ધરાવતાં સમાજમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.જ્યારે કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમારા સમાજના 13 કરોડ લોકો દેશભરમાં વસવાટ કરે છે. એ દરેક મોદીને ચોર કહીને અપમાન કરાયું હતું, જેથી આ માનહાનિનો કેસ કર્યો છે.

આ પણ વાંચો : Kutch : BSF પશ્ચિમી કમાન્ડના ADG ગુજરાતની બે દિવસની મુલાકાતે, કચ્છ બોર્ડરની સુરક્ષાનુ નિર્દેશન કર્યુ

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના રામપરામાં ધારાસભ્ય લલિત વસોયા ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">