PSM 100 : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની રોજ 1 લાખ લોકો મુલાકાત લે છે.દેશ-વિદેશના લાખો ભક્તો અહીં આવીને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છે.જો કે અહીં વિશાળ જનમેદનીનું અલગ અંદાજમાં સંચાલન કરવામાં આવે છે . જેમાં મહોત્સવમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તેનું ખાસ ધ્યાન રખાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 6:17 PM

અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની રોજ 1 લાખ લોકો મુલાકાત લે છે.દેશ-વિદેશના લાખો ભક્તો અહીં આવીને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છે.જો કે અહીં વિશાળ જનમેદનીનું અલગ અંદાજમાં સંચાલન કરવામાં આવે છે . જેમાં મહોત્સવમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તેનું ખાસ ધ્યાન રખાયું છે. જેમાં રવિવાર હોવાથી 1 લાખથી પણ વધુ હરિભક્તો અને મુલાકાતીઓએ મહોત્સવની મુલાકાત લીધી છે. પાર્કિગમાં ઉભેલી ગાડીઓ જોઈને જ અંદાજ આવી જાય કે રજાના દિવસે મોટી સંખ્યામાં લોકોએ મહોત્સવની મુલાકાત લીધી છે.. જે રીતે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો આજે પ્રથમ રવિવાર છે.રવિવારની રજા અને ધર્મ-ભક્તિના સંયોગ સમા પ્રમુખસ્વામી મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું.મહત્વપૂર્ણ છે કે રોજના અંદાજિત 1 લાખ ભક્તો મહોત્સવનો ભાગ બને તેવી શક્યતાઓ વચ્ચે, રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો.600 એકર જગ્યામાં ફેલાયેલા પ્રમુખસ્વામી મહોત્સવમાં રીતસર માનવ મહેરામણ ઉમટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા,ન માત્ર રાજ્યમાંથી જ, પરંતુ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં સસ્તંગીઓ મહોત્સવના સાક્ષી બની રહ્યા છે.

આ મહોત્સવમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તેનું ખાસ ધ્યાન રખાયું છે. જેની માટે 3,500 સ્વયંસેવકો દિવસ-રાત ખડેપગે રહીને પોતાનું કર્મ કરી રહ્યા છે. જેની માટે મહોત્સવને વિવિધ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. પ્રમુખ મહોત્સવમાં 3 હજાર 500 સ્વયંસેવકો ખડેપગે ઉભા રહે છે. તેમજ દરેક ઝોનમાં 700થી વધુ સ્વયંસેવકોની ટીમ સેવા કરે છે. જેમા દર 45 મિનિટે સ્વયંસેવકની ફેરબદલી કરાય છે. જેમા દિવસ, રાત, ફાયર સહિતની વિવિધ ફરજોની ફાળવણી કરવામાં આવી છે. જેમા 600 એકરમાં 5 હજારથી વધુ CCTV દ્વારા નજર રાખવામાં આવી છે. જેમા CCTV મોનિટરીંગ માટે 25-25 સભ્યોની ટીમો કાર્યરત છે. જેમા નિવૃતિ આર્મીમેન અને નોકરિયાતો દ્વારા સેવા આપવામાં આવે છે. તેમજ ઝડપી સેવા માટે ક્વિક રિસ્પોન્સ ટીમોની તૈનાતી કરવામાં આવી છે. તેમજ દરેક ક્વિક રિસ્પોન્સ ટીમમાં 20થી 25 સભ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">