અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોવિડ દર્દીઓના પીકઅપ-ડ્રોપ માટે શરૂ કરાઇ ફ્રી કેબ સર્વિસ

કંપની દ્વારા કોરોના દર્દીઓના પીક અપ ડ્રોપ માટે ફ્રી કેબ સર્વિસ શરૂ કરાઇ છે, જેના માટે કુલ 25 કાર કાર્યરત રહેશે.

અમદાવાદ ગાંધીનગર વચ્ચે કોવિડના દર્દીઓને લાવવા લઈ જવાની મુશ્કેલી હવે નહીં પડે, કેમકે કોવિડના દર્દીઓને મદદરૂપ થવા એક ખાનગી કંપનીએ એક પ્રયાસ કર્યો છે. આ કંપની દ્વારા કોરોના દર્દીઓના પીક અપ ડ્રોપ માટે ફ્રી કેબ સર્વિસ શરૂ કરાઇ છે, જેના માટે કુલ 25 કાર કાર્યરત રહેશે.

દર્દીઓ 88 666 55 666 નંબર પર કોલ કરી કેબ બોલાવી શકશે અને એની સૌથી મહત્વની વાત એ છે કે તેના માટે કોઈ જ પ્રકારનો ચાર્જ નહિ વસુલાય.