AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી વાયબ્રન્ટ સમિટ માટે આવતીકાલે વતન આવશે, સોમવારથી ત્રણ દિવસ ગુજરાતમાં રોકાણ

PM મોદી વાયબ્રન્ટ સમિટ માટે આવતીકાલે વતન આવશે, સોમવારથી ત્રણ દિવસ ગુજરાતમાં રોકાણ

Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 08, 2024 | 11:21 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી વતનમાં બે રાતનો વાસો કરશે અને વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે એટલે કે સોમવારે રાત્રે 8 કલાકે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચી સીધા રાજભવન પહોંચશે. મંગળવાર અને બુધવાર વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને 10 જાન્યુઆરીએ દિલ્હી પરત જવા રાત્રીના 8 કલાકે રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત માટે ગુજરાત આવી રહ્યા છે. સોમવાર એટલે કે 8 જાન્યુઆરીથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં ત્રણ દિવસ રહેશે. 8મી જાન્યુઆરીની રાત્રીએ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. રાત્રીના 8 કલાકે એરપોર્ટ પર પહોંચી સીધા જ રાજભવન પહોંચશે. જ્યાં વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ કરશે.

ત્યારબાદ બીજા દિવસ સવારે 10 કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં અન્ય દેશના વડાઓ સાથે દ્રિપક્ષીય વાતચીત કરશે. આ તબક્કો 2 કલાકનો હશે. ત્યારબાદ તેઓ રાજભવન પહોંચશે. બપોરે ત્રણ કલાકે વડાપ્રધાન મોદી હેલિપેડ ગ્રાઉન્ડ પર પહોંચશે. જ્યાં ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન રાત્રીના 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થનાર છે.

સોમવારે અમદાવાદ પહોંચશે

આવતીકાલે વાયબ્રન્ટ ગુજરાત માટે પીએમ મોદી આવશે વતન
નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે
8 જાન્યુઆરીએ રાત્રે આવશે અમદાવાદ એરપોર્ટ આવશે પીએમ
અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે વડાપ્રધાન મોદી
9 જાન્યુઆરીએ સવારે 10 કલાકે મહાત્મા મંદિર પહોંચશે
મહાત્મા મંદિરમાં મોદી અન્ય દેશના વડાઓ સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત કરશે

 મંગળવારના કાર્યક્રમ

  • 9 જાન્યુઆરીએ 10 કલાકે મહાત્મા મંદિર જશે
  • અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત
  • 2 કલાક સુધી પીએમ મોદી અન્ય દેશના વડા સાથે કરશે વાતચીત
  • બપોરે 2 કલાકે રાજભવન જશે નરેન્દ્ર મોદી
  • બપોરે ત્રણ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે મોદી
  • ટ્રેડ શોનું ઉદઘાટન કરશે વડાપ્રધાન
  • સાંજે 4 કલાકે ફરી મહાત્મા મંદિર જવા રવાના થશે
  • સાંજે 5 કલાકે UAEના વડાનું પીએમ કરશે સ્વાગત
  • UAEના વડા સાથે મોદી એરપોર્ટથી ગાંધી આશ્રમ કરશે રોડ શો
  • ગાંધી આશ્રમથી બંને મહાનુભાવો હોટેલ લીલા જશે

પીએમ મોદીનું બુધવારનું શેડ્યૂલ

  • 10 જાન્યુઆરીએ સવારે 9 કલાકે મહાત્મા મંદિર જશે પીએમ મોદી
  • વાયબ્રન્ટ ગુજરાતનો વડાપ્રધાન મોદી કરાવશે પ્રારંભ
  • કાર્યક્રમ બાદ રાજભવન જવા રવાના થશે પીએમ મોદી
  • બપોરે અઢી કલાકે ગ્લોબલ સીઇઓ સાથે બેઠક કરશે પીએમ
  • સાંજે 5 કલાકે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે પીએમ મોદી
  • ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીનો પીએમ કરાવશે પ્રારંભ
  • ગિફ્ટ સીટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
  • 8 વાગે એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના

 

આ પણ વાંચો: લક્ષદ્વીપની અદ્ભૂત સુંદરતાના વીડિયો મચાવવા લાગ્યા ધૂમ, જોઈને માલદીવ ભૂલાઈ જશે, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 07, 2024 04:21 PM
g clip-path="url(#clip0_868_265)">