વડોદરામાં બોગસ મતદાન અટકાવવા રાજકીય અગ્રણીઓ મેદાને, મતદારોના નામ એક કરતા વધુ યાદીમાં હોવાનો ખૂલાસો થતા કલેક્ટરેને કરી રજૂઆત- વીડિયો

વડોદરામાં બોગસ મતદાન અટકાવવા રાજકીય અગ્રણીઓ મેદાને, મતદારોના નામ એક કરતા વધુ યાદીમાં હોવાનો ખૂલાસો થતા કલેક્ટરેને કરી રજૂઆત- વીડિયો

| Edited By: | Updated on: Jan 08, 2024 | 11:49 PM

વડોદારમાં મતદારોના નામ એક કરતા વધુ યાદીમાં હોવાનો ખૂલાસો થતા બોગસ મતદાન અટકાવવા રાજકીય અગ્રણીઓ મેદાને પડ્યા છે. શહેરના સાંસદ, ભાજપ પ્રમુખ અને MLA એ કલેકેટરને રજૂઆત કરી છે. વધુ વખત યાદીમાં નામ ધરાવતા લોકોની સૂચી સુધારણા કરવા માગ કરી છે.

લોકસભાની ચૂંટણી આવવાની છે. જેને લઇ તમામ પક્ષો તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં બોગસ વોટિંગ ન થાય તે માટે વડોદરામાં ભાજપ પક્ષે કલેક્ટર સાથે બેઠક યોજી… અને બોગસ વોટિંગ અટકાવવા રજૂઆત કરી. બેઠકમાં ભાજપના સાંસદ, ભાજપ પ્રમુખ અને MLA હાજર રહ્યા હતા. તેમણે આક્ષેપ કર્યા કે, વડોદરા શહેરમાં કેટલાંક મતદારો એવા છે.. જેમના નામ બે-બે વખત યાદીમાં બોલાઇ રહ્યા છે અને જેના કારણે બોગસ વોટિંગ થવાની સંભાવના છે. ત્યારે આ બોગસ નામોની કમી કરવા કલેક્ટર સાથે ચર્ચા કરાઇ. છૂટાછવાયા બૂથ અને પેટા વિસ્તારો એકત્રિત કરવાની પણ માગ કરી.

આ પણ વાંચો : જામનગર: યુ.કેમાં રહેતા ફઈબાની બનાવટી સહી કરી ભત્રીજાઓએ બેંકમાંથી ઉપાડી લીધા 5.71 કરોડ રૂપિયા
શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે પણ કહ્યું કે, વડોદરામાં 31 હજાર મતદારોના નામ બે-બે વખત યાદીમાં બોલાઇ રહ્યા છે. જેના પુરાવા પેન ડ્રાઇવ મારફતે રજૂ કર્યા હોવાનું જણાવ્યું અને તમામ નામ હટાવવા રજૂઆત કરી હોવાનું કહ્યું મહત્વનું છે, અગાઉ પણ વડોદરામાં 52 હજાર મતદારોના બોગસ નામ ખુલ્યા હોવાનું નિવેદન આપ્યું.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 08, 2024 11:49 PM