રાષ્ટ્રપતિ કોવિંદ આવશે ગુજરાત: ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ અને મોરારીબાપુ સાથે કરશે મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના પ્રવાસના અહેવાલ આવ્યા છે. આગામી 29 તારીખે ભાવનગર રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતમાં આવશે. જ્યાં ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 29 તારીખે ભાવનગર રાષ્ટ્રપતિ કોવિંદ આવશે. જ્યાં ભાવનગરમાં તેઓ આવાસ યોજનાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં મોરારીબાપુ સાથે પણ રાષ્ટ્રપતિ મુલાકાત કરશે તેવી માહિતી સામે આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમો પતાવીને ભાવનગરમાં એક દિવસના રોકાણ બાદ બીજા દિવસે તેઓ દિલ્લી જવા રવાના થશે.

મળેલી માહિતી અનુસાર તા. 29 ઓક્ટોમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર આવવાના છે. તેઓ 10 વાગ્યે ભાવનગર એરપોર્ટ ખાતે ઉતરશે. ત્યાંથી તેઓ મહુવા મોરારીબાપુની મુલાકાત માટે જશે. બપોરે 12 કલાકે મોરારીબાપુ સાથે મુલાકાત કરશે અને ત્યાર બાદ ભાવનગર પરત ફરશે. સાંજે 4.30 કલાકે ભાવનગર આવાસ યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તેઓ અહિયાં રાત્રીરોકાણ પણ કરવાના છે. રાષ્ટ્રપતિ ભાવનગર અતિથિગૃહ ખાતે રાત્રિ રોકાણ બાદ સવારે દિલ્હી પરત ફરશે.

 

આ પણ વાંચો: પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પે મુદ્દે આંદોલન છેડનાર હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ક્યાં છે? સમર્થનમાં આવ્યા પોલીસ પરિવારો

આ પણ વાંચો: Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati