ગાંધીનગરમાં MLA કાર્યાલય પર ઉગ્ર રજૂઆત, 7 ગામના રહીશોનું સુવિધાઓ મુદ્દે વિરોધ

ગાંધીનગરમાં MLA કાર્યાલય પર ઉગ્ર રજૂઆત, 7 ગામના રહીશોનું સુવિધાઓ મુદ્દે વિરોધ

| Edited By: | Updated on: Jan 06, 2024 | 9:13 PM

ગાંધીનગર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો ગાંધીનગર શહેરની બિલકુલ નજીક હોવા છતાં સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. જેને લઈ સ્થાનિક ગામડાઓના રહીશોએ MLA ના કાર્યાલય પર પહોંચીને વિરોધ રજૂ કર્યો હતો. સ્થાનિકોએ સુવિધાઓને મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.

ગાંધીનગર અને આસપાસના ગામના લોકોની છેલ્લા ઘણા સમયથી રજૂઆત છે. અનેક વાર રજૂઆતો આ મામલામાં કરવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. આ દરમિયાન સ્થાનિક 7 ગામના લોકો ધારાસભ્ય રીટાબેન પટેલના કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં ઉગ્ર રજૂઆત સ્થાનિકોએ કરી હતી. મોટી સંખ્યામાં લોકો MLA કાર્યાલય પર પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો

સ્થાનિક ધોળાકૂવા અને ઈન્દ્રોડા સહિતના 7 ગામના લોકોને સુવિધાઓ અપૂરતી હોવાનો રોષ છે. તો વળી ગામના લોકોને પ્રોપર્ટી કાર્ડ અને બાંધકામને કાયદેસર કરવા સહિતની વિવિધ માંગણીઓ પર રહેલી છે. જેને લઈ સ્થાનિકોએ રજૂઆતો કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો