અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે “સ્વામિનારાયણ” મહામંત્ર 222 મી પ્રાગટ્ય જયંતીની કરાઇ ઉજવણી, જુઓ વીડિયો

અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે “સ્વામિનારાયણ” મહામંત્ર 222 મી પ્રાગટ્ય જયંતીની કરાઇ ઉજવણી, જુઓ વીડિયો

| Updated on: Jan 07, 2024 | 6:03 PM

અમદાવાદના સ્વામિનારાયણ મંદિર કહતે અનેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ" મહામંત્ર 222 મી પ્રાગટ્ય જયંતીના શુભ અવસરે  સ્વામિનારાયણ ભગવાનનું કંકુ, અક્ષત અને પુષ્પથી પૂજન, અર્ચન કરીને આરતી પણ ઉતારી હતી.

“સ્વામિનારાયણ” મહામંત્ર 222 મી પ્રાગટ્ય જયંતીની પરમ ઉલ્લાસભેર મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ઉજવવામાં આવી હતી. ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્ગુરુ સંતો તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી આ કાર્યક્રમમાં હજાર રહ્યા હતા.

“સ્વામિનારાયણ” મહામંત્ર 222 મી પ્રાગટ્ય જયંતીના શુભ અવસરે  સ્વામિનારાયણ ભગવાનનું કંકુ, અક્ષત અને પુષ્પથી પૂજન, અર્ચન કરીને આરતી પણ ઉતારી હતી. “સ્વામિનારાયણ” મહામંત્ર 222 મી પ્રાગટ્ય જયંતી, ધનુર્માસ, માગશર વદ એકાદશી – સફલા એકાદશી આવા શુભ અવસરોનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો CMના હસ્તે પ્રારંભ, કાઈટ ફેસ્ટિવલમાં છવાઈ ‘અયોધ્યા’ થીમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 07, 2024 06:02 PM