પાટણમાં ખેડૂતો વીજસંકટથી પરેશાન, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

પાટણ જિલ્લાના ખેડૂતોના એક વિડીયોને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમજ જો ખેડૂતોની માંગ સંતોષવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતમાં(Gujarat)વીજ સંકટના સંકેતો મળી રહ્યા છે. જેમાં પાટણ(Patan)જિલ્લાના ખેડૂતોના એક વિડીયોને લઈને કોંગ્રેસે(Congress)ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમજ જો ખેડૂતોની માંગ સંતોષવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ” પાટણ જિલ્લામાંથી ખેડૂત મિત્રોએ આ વિડીયો મોકલી સરકાર ખેડૂતોને કેટલી હદે પ્રતાડિત કરી રહી છે તેની વ્યથા ઠાલવી છે.મારી સરકારને વિનંતી છે કે ખેડૂતોને પર્યાપ્ત વીજળી આપવામાં આવે, નહીં તો ખેડુતોને સાથે રાખી આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ”

જ્યારે બીજી તરફ કોલસાની અછત સૌરાષ્ટ્રમાં વર્તાવા લાગી છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં વીજકાપથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ગામડાંઓમાં 2 થી 3 કલાક વીજળી મળી રહી છે. તેમજ 8 કલાક વીજળીના બદલે ઓછી વીજળી મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ખેડૂતોને હાલમાં પિયત માટેનો સમય હોવાથી ભારે હાલાકી પડી રહી છે. તેમજ કૂવામાં પાણી છે છતા લાઇટ ન હોવાથી પિયત થઇ શકતું નથી. જયારે ઉઘોગોને વીજળી મળી જાય છે પણ ખેડૂતોને મળતી નથી. સરકારના આયોજનના અભાવને કારણે ખેડૂતો પરેશાન થઈ રહે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઇસ્કોન મંદિરના સાધુ સંતોએ બાંગ્લાદેશની ઘટનાને લઈને વિરોધ કર્યો, રામ ધૂન બોલાવી

આ પંણ વાંચો : રાજકોટના સીટી બસના ડ્રાયવર- કંડક્ટરો સવારથી હડતાળ પર ઉતર્યા, લોકો પરેશાન

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati