રેતાળ જમીનમાં સોનું પકવવાનુ કામ ઉત્તર ગુજરાતના ખેડૂતોએ કર્યુ-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રવાસની શરુઆત અંબાજી મંદિરે દર્શન કરી હતી. વડાપ્રધાન મોદીએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને લઈ મહત્વની વાત કરી હતી. ખેડૂતોએ વિસ્તારમાં રેતાળ જમીનમાં બટાકાનુ ઉચ્ચ ગુણવત્તાસભર મબલક ઉત્પાદન કરે છે અને જેને લઈ હવે ડીસાના બટાકા દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ છે. વડાપ્રધાન મોદીએ પોતાના મુખ્યપ્રધાન હોવાના કાર્યકાળ વખતે બટાકાની વિદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય પ્રવાસની શરુઆત શક્તિપીઠ અંબાજીથી શરુ કરી છે. અંબાજીમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં જાહેરસભાનુ સંબોધન કર્યુ હતુ. વડાપ્રધાને જાહેરસભા દરમિયાન ઉત્તર ગુજરાતમાં ઉત્પાદન થતા બટાકાને લઈ વાત કરી હતી. કહ્યુ હતુ કે, અહીંના બટાકાની માંગ વિશ્વભરમાં રહે છે.
આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ
ઉત્તર ગુજરાતના બટાકા આજે દુનિયામાં પ્રસિદ્ધ છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, હું જ્યારે અહીં હતો ત્યાકે કેનેડાથી કંપનીઓ આવતી હતી, પૂછવા માટે. ફ્રેન્ચ ફ્રાઈઝ અને પ્રોડક્ટ હવે દેશ વિદેશમાં પહોંચવા લાગ્યા છે. આજે ડીસાના બટાકા, ઓર્ગેનિક ફાર્મિંગ અને હબ રુપે બની રહ્યા છે. હવે રેતાળ જમીનમાંથી સોનું પકવવાનુ કામ થઈ રહ્યુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 30, 2023 04:27 PM
