JUNAGADH : પીખોર ગામે અનુસૂચિત જાતિ વિરુદ્ધ પોસ્ટર, પોલીસે તપાસ શરૂ કરી

Juagadh News : પીખોર ગામે પીખોર ગ્રામ પંચાયતના નામ પર અનુસુચિત જાતિ વિરુદ્ધ આ પોસ્ટર કોણે લગાવ્યું એની કોઈને પણ જાણ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 9:11 PM

સોશિયલ મીડિયામાં આ પોસ્ટરનો ફોટો વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

JUNAGADH : જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પીખોર ગામે અનુસૂચિત જાતિ વિરુદ્ધ પોસ્ટર લાગ્યાનો એક કથિત વિડીયો વાયરલ થયો છે. પીખોર ગામે અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં તેવા બેનરો લાગતા વિવાદ સર્જાયો છે. કાળ ભૈરવ મંદીર બહાર લગાવામાં આવેલા એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે અનુસુચિત સમાજના લોકોએ આ મંદિર કે મંદિરના પટાંગણમાં તા.12-1-2022થી પ્રવેશ કરવો નહી. સાથે આ પોસ્ટરમાં પીખોર ગ્રામ પંચાયત પણ લખેલું છે.

સોશિયલ મીડિયામાં આ પોસ્ટરનો ફોટો વાયરલ થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે પીખોર ગામના
અનુસૂચિત જાતિના લોકોએ પોલીસને જાણ કરી હતી. રજૂઆતને પગલે પોલીસે પીખોર ગામની મુલાકાત લીધી હતી.
હાલ કેશોદ ઇન્ચાર્જ DYSP દ્વારા સમગ્ર તપાસ શરૂ કરીસ્થાનિક અનુસૂચિત જાતિના લોકોએ શાંતી જાળવવાની અપીલ કરી છે.

પીખોર ગામે પીખોર ગ્રામ પંચાયતના નામ પર અનુસુચિત જાતિ વિરુદ્ધ આ પોસ્ટર કોણે લગાવ્યું એની કોઈને પણ જાણ નથી. પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોચી અનુસુચિત જાતિના યુવાનો-આગેવાનોને મંદિરમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ પણ વાંચો : GUJARATમાં કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 4213 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 14 હજારને પાર

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધ્યા, નવા 1835 કેસ નોંધાયા

આ પણ વાંચો : SURAT : શહેરમાં CORONA વાયરસના નવા 1105 કેસ, જાણો ક્યાં ઝોનમાં કેટલા કેસ નોંધાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">