Porbandar Video : નગરપાલિકા કચેરીના CCTV ફૂટેજના ચોરીની ઘટના, સદસ્ય એ જ પ્રમુખ કે ચીફ ઓફિસરની મંજૂરી વગર નોંધાવી ફરિયાદ
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા કચેરીના CCTV ફૂટેજના ચોરીની ઘટના સામે આવી છે. પાલિકાના સદસ્ય એ જ પ્રમુખ કે ચીફ ઓફિસરની મંજૂરી વગર સીસીટીવી ફૂટેજની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જે ચોરીનો વીડિયો ફેસબુક પર વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો આવ્યો છે.પાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ ચેતના તિવારીને તેની ઓફિસમાં ધાક ધમકી મળ્યાની ફરિયાદ નોંધાઈ હતી.જે વાયરલ વીડિયોમાં ધમકી આપનાર પ્લાનિંગ કરતો દેખાયો હતો.
Porbandar Video : પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા કચેરીના CCTV ફૂટેજના ચોરીની ઘટના સામે આવી છે. પાલિકાના સદસ્ય એ જ પ્રમુખ કે ચીફ ઓફિસરની મંજૂરી વગર સીસીટીવી ફૂટેજની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જે ચોરીનો વીડિયો ફેસબુક પર વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો આવ્યો છે.પાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ ચેતના તિવારીને તેની ઓફિસમાં ધાક ધમકી મળ્યાની ફરિયાદ નોંધાઈ હતી.જે વાયરલ વીડિયોમાં ધમકી આપનાર પ્લાનિંગ કરતો દેખાયો હતો.
આ પણ વાંચો : Porbandar Auction Today : પોરબંદરના છાયા વિસ્તારમાં ફ્લેટની ઇ-હરાજી, જાણો સંપૂર્ણ વિગત
બંટું ગોરાણીયા નામના શખ્સે મહિલા પ્રમુખને ધમકી આપી હતી.જે બાદ અચાનક કોઈએ પાલિકાના સર્વર રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરી સીસીટીવી ફૂટેજની ચોરી કરી હતી. અને તેમાં એડિટિંગ કરી અને અજાણી વ્યક્તિના ફેસબુક પરથી વાયરલ થયાની જાણ પાલિકાને થઈ હતી.
આ સીસીટીવીમાં ધમકી આપનાર બંટું ગોરાણીયા સાથે ભલા મુરૂ મૈયારીયા અને અજય બપોદરા પણ જોવા મળ્યા હતા. જે બંનેના પત્ની પણ પાલિકાના સદસ્ય છે. સમગ્ર મામલે પાલિકાના હેડ ક્લાર્ક કિશોર ત્રિવેદીએ સદસ્ય દિલીપ ઓડેદરા સહિત 4 શખ્સો સામે કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
