Porbandar: કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને ચાર્લી શિપ C-413 દ્વારા 2 માછીમારોનો મધદરિયે બચાવ, જુઓ વીડિયો

ઓખાથી (Okha) આશરે 9 થી 10 નોટીકલ માઇલ દૂર દરિયામાં રત્નાસાગર નામની બોટ કોઈ કારણોસર ડુબી રહેલ હતી, ત્યારે માછીમારો દ્વારા કોસ્ટગાર્ડનો સંપર્ક સાધવામા આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:16 PM

પોરબંદર (Porbandar) નજીકના ઓખાના મધદરિયે બે માછીમારો રત્નસાગર નામની બોટમાં સવાર હતા અને આ બોટે જળસમઆધિ લેતા C-413 શીપ દ્વારા મધદરીયે માછીમારોનું (Fishermen) રેસ્ક્યું કરવામા આવ્યું હતુ. ઓખાથી અંદાજીત 10 નોટીકલ માઇલ દૂર દરિયામાં રત્નાસાગર નામની બોટ કોઈ કારણોસર ડુબી રહી હતી, ત્યારે માછીમારો દ્વારા તાત્કાલિક કોસ્ટગાર્ડનો સંપર્ક સાધવામા આવ્યો હતો. આ અંગેની જાણ થતા તેઓ તુરંત મધદરિયે પહોંચ્યા હતા અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની (Indian Coastguard) C-413 શીપ દ્વારા બોટમાં સવાર 2 માછીમારોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવવામાં આવ્યો હતો.

ઓખાથી 10 નોટિકલ માઇલ દૂર હતી બોટ

ઓખાથી આશરે 9 થી 10 નોટીકલ માઇલ દૂર દરિયામાં રત્નાસાગર નામની બોટ કોઈ કારણોસર ડુબી રહેલ હતી, ત્યારે માછીમારો દ્વારા કોસ્ટગાર્ડનો સંપર્ક સાધવામા આવ્યો હતો.

બન્ને ક્રૂ મેમ્બરને કિનારા પર લાવી પ્રાથમિક સારવાર આપી

રત્નાસાગર નામની જે બોટ હતી તેણે જળ સમાધી લીધી હતી. ક્યા કારણોસર બોટે જળ સમાધી લીધી હતી. તે હજુ સુધી સામે નથી આવ્યુ પરંતુ કોસ્ટગાર્ડ દ્રારા બચાવવામા આવેલા બંને માછીમારોને ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. બંને માછીમારોને કિનારે લાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">