દિયોદર માર્કેયાર્ડ વિવાદ, ચેરમેન ઈશ્વર તરકનું લઈ લેવાયું રાજીનામું
બનાસકાંઠા જિલ્લાના દિયોદર માર્કેટયાર્ડના ચેરમેનનું રાજીનામું લેવામાં આવ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે. એપીએમસી સંચાલક મંડળ અને ચેરમેન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદ સામે આવ્યા હતા. જેને લઈ રાજીનામું લઈ લેવામાં આવ્યુ હોવાનું માનવમાં આવી રહ્યું છે. ચેરમેને જીલ્લા ભાજપ પ્રમુખની સમક્ષ પોતાનું રાજીનામુ ધર્યુ છે.
બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં એકાએક હલચલ મચી છે. દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વર તરકે જિલ્લા ભાજપ પ્રમુખને હોદ્દો છોડવાને લઈ રાજીનામું ધર્યુ છે. ઈશ્વર તરક અને એપીએમસીના સંચાલક મંડળ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈ ઈશ્વર તરકનું આખરે રાજીનામું લઈ લેવામાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો: બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો ચિંતામાં, સાબરકાંઠામાં આ કારણથી થઈ પરેશાની
એકાએક જ રાજીનામું લઈ લેવાના સમાચાર વહેતા થતા જ સ્થાનિક રાજકારણમાં હલચલ મચી જવા પામી છે. દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ હવે ટૂંક સમયમાં જ નવા ચેરમેનની નિમણૂંક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 12, 2024 02:33 PM
Latest Videos
