રાજકીય નેતાઓ પણ રંગાયા ઉતરાયણના રંગે, અમિત શાહ, હર્ષ સંઘવી, વિજય રૂપાણી, જીતુ વાઘાણીએ માણી પતંગબાજીની મજા- જુઓ વીડિયો
રાજકીય નેતાઓએ આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સીએમ વિજય રૂપાણી, જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે પતંગબાજીની મજા માણી, હર્ષ સંઘવીએ જણાવ્યુ કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિકાસ પતંગ કોંગ્રેસનો પતંગ કાપશે.
જો વાત ઉત્તરાયણના પર્વની ઉજવણી હોય તો આપણા નેતાઓ પણ કેમ બાકાત રહે. મકરસંક્રાતિના પર્વની ઉજવણીમાં નેતાઓ પણ મસ્ત જોવા મળ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણ પર્વની ઉજવણી માટે ગુજરાત આવી પહોંચ્યા છે અને તેમણે અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં ઉતરાયણની મજા માણી, ત્યારબાદ સાબરમતીમાં કાર્યકરો અને મિત્રો સાથે પતંગબાજીનો આનંદ માણ્યો. અમિત શાહે ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં પણ પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય દિગ્ગજો પણ હાજર રહ્યા હતા.
આ તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતમાં કાર્યકરો સાથે અને પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા. સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ પરિવાર સાથે પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા. આ પ્રસંગે વાત કરતા દર્શનાબેન જરદોશે જણાવ્યુ કે તેમને તેમના પિતાએ પતંગ ચગાવતા શીખવ્યુ હતુ. તેઓ તેમના ભાઈ સાથે પતંગ ચગાવતા અને હવે તેમના દીકરી અને તેમના દીકરાઓ પતંગ ચગાવતા શીખે એ તેમના માટે ઘણી આનંદની વાત છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ રાજકોટ સ્થિતિ તેમના નિવાસસ્થાને પરિવારજનો સાથે પતંગોત્સવની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પતંગબાજીના નામે રૂપાણીએ કોંગ્રેસને લપેટામાં લેતા જણાવ્યુ કે તેમની પાસે નેતા, નીતિ અને નેતૃત્વ ન હોવાથી તેમની પતંગ કપાઈ રહી છે. અત્યારે આખો દેશ રામમય બન્યો છે અને ચૂંટણીમાં પણ પવન ભાજપ તરફી જ રહેવાનો છે.
આ તરફ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ તેમના વતન મહેસાણામાં પતંગની મોજ માણી અને મકરસંક્રાતિનો તહેવાર ઉજવ્યો. રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી પણ પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા. વાઘાણીએ તેમના મતવિસ્તારમાં મેયર, ડેપ્યુટી મેયર અને કાર્યકરો સાથે પતંગ ઉડાડીને ઉજવણી કરી. આ સાથે પીએમ મોદીના અથાક પ્રયત્નો બાદ 500 વર્ષ બાદ ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે તેવુ જણાવી લોકોને શુભેચ્છા પાઠવી હતી.
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
