વિશ્વકપ ફાઈનલને લઈ અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાયુ, સ્ટેડિયમ ફરતે થ્રી લેયર બંદોબસ્ત

અમદાવાદ શહેર પોલીસ વિશ્વકપ ફાઈનલ મેચને લઈ તૈયારીઓ કરી લીધી છે. સ્ટેડિયમની અંદર અને બહાર સહિત અમદાવાદમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે. શહેરમાં 10 હજાર સુરક્ષા જવાનો, અધિકારીઓ ફરજ બજાવશે. સ્ટેડિયમ સહિત અમદાવાદને પોલીસ છાવણીમાં ફેરવી દેવામા આવ્યુ છે. રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ ફાઈનલ મેચ રમાનારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 4:50 PM

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત બનાવી દેવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વિશ્વકપ ફાઈનલ મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાને લઈ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં દુનિયાભરના વીવીઆઈપીઓ મહેમાન બની પધારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન પણ અમદાવાદમાં મેચ નિહાળવા માટે ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો

જેને લઈ અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરને જોડતા તમામ માર્ગો સહિત, સ્ટેડિયમ તરફ અને વીઆઈપીઓના રોકાણ અને બંને ટીમના રોકાણ સ્થળોએ પણ ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદમાં ચાલતી તમામ ગતિવિધીઓ પર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકે આ અંગે મીડિયાને માહિતી આપી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">