કચ્છ : ગાંધીધામમાં કરોડોની લૂંટનો પ્રયાસ, એક શખ્સ બેંકની કેશ વાન ઉઠાવી ગયો !
કચ્છના ગાંધીધામમાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી એક શખ્સ 2 કરોડથી વધુની રકમ ભરેલી કેશવાન લઈને ફરાર થતાં દોડધામ મચી ગઈ હતી. જો કે, ગણતરી મીનિટોમાં જ કેશવાન મળી આવતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ હાથ ધરી છે.
કચ્છના ગાંધીધામમાં એક શખ્સ દ્વારા કરોડોની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્ટેટ બેંક નજીકથી એક શખ્સ કેસવાન ઉઠાવી ગયો હતો. કેસવાનમાં બે કરોડથી વધુની રકમ હતી. જો કે, ગણતરી મીનિટોમાં જ કેશવાન મળી આવી હતી. પોલીસે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કચ્છના ગાંધીધામમાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી એક શખ્સ 2 કરોડથી વધુની રકમ ભરેલી કેશવાન લઈને ફરાર થતાં દોડધામ મચી ગઈ હતી. જો કે, ગણતરી મીનિટોમાં જ કેશવાન મળી આવતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો ગુજરાતના બંદરોની થશે કાયાપલટ, 25000 કરોડનું રોકાણ કરશે આ ગલ્ફ કન્ટ્રી
