ગાંધીનગર : દહેગામમાં ઝેરી દારૂથી 2 લોકોના મોત બાદ પોલીસ એક્શનમાં, 7 બુટલેગરની ધરપકડ

ગાંધીનગર : દહેગામમાં ઝેરી દારૂથી 2 લોકોના મોત બાદ પોલીસ એક્શનમાં, 7 બુટલેગરની ધરપકડ

| Edited By: | Updated on: Jan 15, 2024 | 5:06 PM

લિહોડા ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ અલગ 5 ફરિયાદ નોંધી 7 બુટલેગરની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પ્રતાપ અને અન્ય 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બુટલેગરો લિહોડા અને સાંપા ગામના છે.

ગાંધીનગરના દહેગામ તાલુકાના લિહોડા ગામે ઉત્તરાયણની સાંજે દેશી દારૂ પીધા બાદ 7 લોકોની તબિયત લથડી હતી. દારૂ પીનારાઓને હોસ્પિટલ લઇ જવાય તે પહેલા જ 2 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 5 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં રેન્જ IG, જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો લિહોડા ગામે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ ઘટના બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. લિહોડા ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અલગ અલગ 5 ફરિયાદ નોંધી 7 બુટલેગરની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પ્રતાપ અને અન્ય 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બુટલેગરો લિહોડા અને સાંપા ગામના છે.

આ પણ વાંચો દહેગામમાં દેશી દારૂ પીધા બાદ બેના મોત મામલે કાર્યવાહી, બુટલેગરની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો