સુરત(Surat)ના એક પ્રોફેસરની અરજીને ધ્યાને લઈ વડાપ્રધાન કાર્યાલયે યુનિવર્સીટીઓ તરફ આદેશ કર્યો છે. સુરતના પ્રોફેસરે પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતમા સેલ્ફ ફાયનાન્સ કોલેજોમા શિક્ષકોનુ શોષણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ મહેતાએ વડા પ્રધાનને રજુઆત કરી છે કે સેલ્ફ ફાયનાન્સ કોલેજના શિક્ષકોને ન્યાય આપવા માટે કોઈ તંત્ર નથી. કોરોના રોગચાળા દરમિયાન સેલ્ફ ફાયનાન્સ કોલેજના શિક્ષકોના પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો અને કાપવામાં આવ્યો હતો . ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજોના શિક્ષકોને મોંઘવારી ભથ્થા અંગે કોઈ સમાન નીતિ નથી.
આ પત્ર મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાંથી ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓને પત્ર લખી ખાનગી કોલેજના પ્રોફેસરોને નિયમ મુજબ પગાર ચુકવવા આદેશ કરાયો છે. સુરતની કોલેજના અધ્યાપકે UGC નિયમ મુજબ ભરતી બાદ પગાર ન મળતો હોવાની રજૂઆત કરી હતી. અધ્યાપકે પગાર ચુકવણીમાં શોષણ બાબતે PMOને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદ PMOએ ત્વરિત કાર્યવાહી કરીને જવાબ આપ્યો છે અને ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓના પ્રોફેસરોને નિયમ પ્રમાણે પગાર ચુકવવા આદેશ કર્યો છે. પીએમ ને રજુઆત કરનાર પ્રોફેસર ચંદ્રેશ મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં શિક્ષકોનો આદર જળવાતું નથી. શિક્ષકોએ કોરોનાકાળમાં પગારમાં ઘટાડા સહિતની સમસ્યાઓનો સામનો કર્યો છે. ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજોના શિક્ષકોને મોંઘવારી ભથ્થા અંગે કોઈ સમાન નીતિ નથી. આ બાબતે જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી જે અંગે PMO તરફથી યુનિવર્સીટીઓને નિયમ પ્રમાણે પગાર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.