ગાંધીનગરના ટ્રેડ શોમાં PM વિશ્વકર્મા સ્ટોલનું આકર્ષણ, કલાકારોની કળાનું સુંદર પ્રદર્શન
થોડાક સમય અગાઉ જ PM વિશ્વકર્મા યોજના શરુ કરવામાં આવી છે. જેના સ્ટોલ વાયબ્રન્ટ સમિટના ટ્રેડ શોમાં તૈયાર કરવામાં આવ્યો છે.જેમાં વિવિધ હસ્તકલા અને કારીગરના પ્રદર્શન લગાવવામાં આવ્યા છે. આ યોજના સન્માન,સામાર્થ્ય અને સમૃદ્ધીના સુત્ર સાથે શરુ કરવામાં આવી છે. ટ્રેડ શોમાં અનેક આકર્ષક સ્ટોલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ દરમિયાન ટ્રેડ શો યોજવામાં આવ્યો છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂલ્લો મુક્યો છે. આ ટ્રેડ શો ખૂબ જ આકર્ષક સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં સુંદર પ્રદર્શન મુકવામાં આવ્યા છે. જેમાં એક આકર્ષક સ્ટોલ પીએમ વિશ્વકર્મા સ્ટોલ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ
PM વિશ્વકર્મા યોજના તાજેતરમાં જ શુ કરવામાં આવી છે. જેમાં હસ્તકળા અને અન્ય કલાકારોના તૈયાર થતા સામાનને લઈ ટ્રેડ શોના સ્ટોલમાં મુકવામાં આવેલ છે. અહીં મેં ભી વિશ્વકર્માના બેનરને પણ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદી પણ ટ્રેડ શોના વિવિધ સ્ટોલની મુલાકાત લેનાર છે. PM મોદીએ સ્થાનિક કલાકારોએ તૈયાર કરેલ ચીજોને ખરીદવા અને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ ભાર મુક્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 09, 2024 04:58 PM
Latest Videos
