UAEના પ્રમુખ સાથે PM મોદી આવી શકે પાટણના પ્રવાસે, પીએમના પ્રવાસને લઈને શરૂ થઈ તડામાર તૈયારીઓ- જુઓ વીડિયો
રાજ્યમાં આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 સુધી ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. એ પહેલા પીએમ મોદી ગુજરાત આવવાના છે. આ દરમિયાન તેઓ UAEના પ્રમુખ સાથે પાટણની પણ મુલાકાત લે તેવી શક્યતા છે જેને લઈને પાટણમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 9 જાન્યુઆરીએ પીએમ મોદી પણ ગુજરાતની મુલાકાતે આવશે અને અમદાવાદમાં રોડ શો કરવાના છે આ દરમિયાન પીએમ મોદીની સાથે UAEના પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ બાદ પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ પાટણની મુલાકાત લઈ શકે છે. જેને લઈને હાલ પાટણમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તંત્ર દ્વારા રોડ રસ્તાથી લઈને રંગરોગાન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચો: ભારત જોડો ન્યાય યાત્રાથી લઈને મહારાષ્ટ્રમાં ગઠબંધન સુધી- જાણો ખરગે રાહુલની બેઠકમાં શું બની રણનીતિ
પીએમ મોદી અને યુએઈના પ્રમુખ પાટણની મુલાકાત દરમિયાન વર્લ્ડ હેરિટેજમાં જેને સ્થાન મળ્યુ છે તે ઐતિહાસિક રાણી કી વાવની પણ મુલાકાત લઈ શકે છે. આ મુલાકાતની અટકળોને જોતા પાટણમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હેલિપેડ સહિત રોડ પરના સ્પીડ બ્રેકર હટાવવાની કામગીરી ચાલી રહી છે. પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટની મુલાકાતને પગલે VVIPની મુલાકાતના પ્રોટોકોલ મુજબ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો